________________
----૦૯-૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ મહાવ્રતો કે ૯૯ - - - - - - - સ્થાનોમાં સફેદ પટ્ટા કરાવે. નિગોદાદિવાળી માટી લાવીને માત્રા માટે નાંખે.
(છ) માત્રાની કુંડીમાંથી નીચે થોડું-થોડું માત્ર ગળે અને એ ભીનાશાદિના કારણે ચોમાસાદિના કાળમાં ત્યાં નિગોદના થર બાઝી જાય.
(જ) ઘાસ-નિગોદાદિ ઉપર માત્રુ-ઇલ્લે પરઠવવામાં આવે.
(ઝ) છ'રી પાલિતસંઘમાં સાધુ સાવદ્ય ભાષા વાપરે કે “ખેતર વ્યવસ્થિત ખેડજો, જેથી ઢેફા-પથરા વાગે નહિ.” વગેરે
(ટ) સંઘોમાં ખેતરાદિમાં રહેવાનું થાય, નીચે ઘાસ હોય અને ઉપર કપડું પાથરી દીધું હોય. તથા છૂટું છવાયું ઘાસ હોય અને દેરાસરાદિ જતા એના પર પગ પડે.
(6) દેશી ખાતરમાંથી ઉગેલા અનાજ-શાક મળી રહે એ માટે સીધુ દેશી ખાતરથી અનાજ-શાક-ફળો ઉગાવડાવે કે એવા પ્રકારનો સાવદ્ય ઉપદેશ આપે.
(ડ) ચીકુ-સફરજનાદિ ફળોમાંથી બીજ કાઢ્યા બાદ ૪૮ મિનિટ પછી એ અચિત્ત બને એવો વ્યવહાર છે. સાધુ ૪૮ મિનિટ પૂર્વે જ વહોરી લે. ૪૮ મિનિટ થયાની પૃચ્છા ન કરે, પાકી તપાસ ન કરે. ક્લીંગરાદિમાં બીજ પણ ભેગું વહોરાઈ જાય, એ વાપરવામાં આવે.
(ઢ) કાકડી બરાબર સીઝી ન હોય, અને એ વહોરવા-વાપરવામાં આવે.
(ટ) જે કેરીનો રસ કાઢેલો હોય, એ “મહારાજ સાહેબને ચાલશે” એમ વિચારીને ગૃહસ્થો એમાંથી અમુક રસ બહાર રાખે, બીજો બધું ફ્રીજમાં મૂકે. એ બહાર રાખેલો રસ ૪૮ મિનિટે જ્યારે અચિત્ત થાય ત્યારે એમાં સાધુનો આશય હોય... આવો કેરીનો રસ આધાકર્મી છે. એ વહોરવામાં આવે.
(ઠ) ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં મેલા કપડામાં નિગોદ થાય, એના નાનામોટા છાંટા દેખાય.
(એ કાળા રંગના દેખાતા હોય છે.) પલ્લા વગેરેમાં પણ જો કોઈક ભાગને શાકદાળના ડાઘા લાગ્યા હોય અને એ રહી ગયા હોય તો એમાં પણ ભેજના વાતાવરણાદિને કારણે નિગોદના છાંટા ઉત્પન્ન થાય. આવા વસ્ત્રો પવન વિનાની ઓરડીમાં દોરી પર ખુલ્લા રાખી મૂકવા પડે, ભેજનું વાતાવરણ જાય પછી સૂકા વાતાવરણમાં આસો માસ આસપાસ એ નિગોદ સુકાય એ બાદ કાપ કાઢીને વાપરી શકાય. એને બદલે એવું કોઈ લક્ષ્ય જ આપવામાં ન આવે, તો આ બધામાં એ નિગોદની વિરાધના ચાલુ જ રહેવાની.
(ડ) ઈંટ ઉપર ભીના પ્યાલા સુકવવા મુકતા હોઈએ, પણ સતત માત્રુ પડવાથી ભેજના વાતાવરણમાં એ ઈંટ ઉપર જ નિગોદ બાઝી જાય. તથા ઈંટના નીચેના ભાગમાં કે આગળપાછળના ભાગમાં ઓછી વસ્તી નિગોદ હોય, ઉપર ન હોય... પણ વિશેષ ધ્યાનથી જોયા વિના એ ઈંટોનો ઉપયોગ ઠલ્લેમાં બેસવા કે પ્યાલા ટેકવવામાં કરવામાં આવે.