________________
---------------- પ્રથમ મહાવત -------------------- ઉકાળવાનો સમય બદલાતો રહે. એટલે જ ચોમાસાના ચાર મહિના પણ એક જગ્યાએથી પાણી વહોરવાનું હોવા છતાં પણ રોજે રોજ સમયની પૃચ્છા કરવી.
આમાંય “પાણીનો ગેસ કેટલા વાગે બંધ કર્યો ?” એ પ્રશ્ન પુછવો. કેમકે પાણીના કાળની શરુઆત ત્યારથી થાય. અથવા તો “ત્રણ ઉકાળા કેટલા વાગે આવ્યા ?” એ પ્રશ્ન ખાસ પુછવો. બાકી “પાણી કેટલા વાગે ઉકાળ્યું” એવા એવા પ્રશ્નોના ઉત્તર તો માણસો જાત-જાતના આપી દે. કોઈક તો પાણી જેટલા વાગે ઉકાળવા મુકેલું હોય, એટલા વાગ્યાનો સમય પણ કહી દે... હવે એ સમય તો ત્રણ ઉકાળા કરતા અડધો કલાક પહેલાનો સમય હોય. એટલે એ સમય પ્રમાણે જો ચાલીએ તો અડધો કલાક વહેલું પાણી કાઢવું પડે... જેમાં બીજી ઘણી મુશ્કેલીઓ થાય. આ ઉકાળેલા પાણી બાબતમાં તો ઘણીઘણી-ઘણી વાતો કહેવા જેવી છે. પણ એ આખો સ્વતંત્ર વિષય બની જતો હોવાથી ટુંકાણમાં એટલું જ ધ્યાનમાં રાખવું કે
(૧) ત્રણ ઉકાળાની તપાસ બરાબર કરવી. (૨) ત્રણ ઉકાળાનો સમય બરાબર જાણી લેવો. એને આધારે.૩/૪/૫ પ્રહરના કાળ પૂર્વે જ ચૂનો નાંખી દેવો. ખાસ કરીને શિયાળા-ચોમાસામાં વધુ ધ્યાન રાખવું પડે.
શિયાળામાં જો સૂર્યોદય સમયે ત્રણ ઉકાળા આવેલા હોય, તો બરાબર સૂર્યાસ્ત સમયે કાળ થઈ જાય. એ પહેલા એ ચૂનાવાળુ કરી દેવું પડે. નહિ તો બધું પાણી સચિત થઈ જાય. એમ ચોમાસામાં પહેલીનું પાણી ત્રણ પ્રહરમાં સચિત્ત થઈ જાય, એટલે એ પૂર્વે ચૂનો નાંખી દેવો પડે. ઘડો વગેરે લુંછી નાંખવા પડે.
આ બધી બાબતોમાં ઢીલાશ રાખવામાં આવે, તો અપ્લાયની વિરાધના થવાની જ.
(જ) સમયસર ચૂનો કરી દેવામાં આવે તો પણ માટીના ઘડા તો ભીનાશવાળા રહેવાના જ અને એ માટી પોતાનામાં એકમેક થયેલા પાણીને સચિત્ત બનતા અટકાવી ન શકે. હા! તદન નવો ઘડો હોય તો એ માટીમાં ભળેલું પાણી એક-બે-ત્રણ દિવસ સચિત્ત ન થાય. પણ પછી તો એ માટીની પણ શક્તિ ઘટે. અને એટલે જ એ ભીના ઘડામાં પાણી સચિત્ત થાય જ. - જેમ પાણીમાં ચૂનો નાંખીએ એટલે એ ત્રણ દિવસ માટે અચિત્ત બનતું અટકે. પણ ત્રણ દિવસ બાદ એ જ ચૂનો - વપરાઈ ગયેલો ચૂનો ફરી પાણીમાં નાંખવામાં આવે તો એ ન જ ચાલે ને ? નવો ચૂનો. જ નાંખવો પડે ને ? કેમ કે ચૂનાની શક્તિ એકવાર વપરાઈ ગઈ છે, ફરી એ જ ચૂનો નવા પાણીને ત્રણ દિવસ અચિત્ત રાખી ન શકે.
એમ માટીનું પણ એવું જ છે. એટલે ત્રણ-ચાર દિન વપરાઈ ગયેલો ઘડો પછી જજક - જે ૧૩૭ ૨૯-૯-જ
લ ક -