________________
- - - - - -નું પ્રથમ મહાવત ૨૦૦૯ - - - - ૨૯૯૯ આપણા જીવનમાં કઈ કઈ રીતે ષટ્કાયની હિંસા સંભવિત છે, એ વિચારવું જરુરી છે. જેથી આત્માર્થી સાધુ એ હિંસામાંથી પોતાની જાતને બચાવી શકે.
એટલે સૌ પ્રથમ તો વર્તમાનકાળમાં કઈ કઈ રીતે ષકાયની હિંસા સંભવિત છે... એ આપણે જોશું.
પૃથ્વીકાય:
(ક) વિહારમાં કાચા રસ્તે જઈએ, ત્યાં ખેડાયેલા ખેતરો વગેરેમાંથી જવાનું થાય ત્યારે તે માટી સચિત્ત હોવાથી પૃથ્વીની વિરાધના થાય. | (ખ) ગામમાં પ્રવેશ કરતી વખતે કે ડામરના રોડ ઉપરથી કાચા રસ્તે ઉતરતી વખતે જો પગ પૂંજવામાં ન આવે તો પગમાંની માટી અને રસ્તા વગેરેની માટી એ બે જૂદી માટી ભેગી થાય, એમાં જે સચિત્ત હોય એની હિંસા થાય.
(ગ) જો આધાકર્મી રોટલી-શાક-દાળ-ભાતાદિ વાપરીએ, તો એમાં સાધુ નિમિત્તે જ કાચું મીઠું નાંખવામાં આવેલું હોવાથી તેની વિરાધનાનું પાપ સાધુને લાગે. - (ઘ) મમરા, સેવ, તીખી બુંદી, ચેવડો વગેરેમાં ચૂલા ઉપર જ મીઠું નાંખવાને બદલે નીચે ઉતારીને બલવણ નાંખ્યું હોય તો એ મીઠું સચિત્ત પણ હોઈ શકે. આવી વસ્તુ વહોરવા વાપરવામાં હિંસાનો દોષ લાગે. કાચું મીઠું ખાવાનો દોષ લાગે.
- (ચ) કાચા રસ્તે પાછળ આવનારા સાધુઓને માર્ગ દેખાડવા માટે ઘણીવાર ચૂનાથી તીર વગેરેની નિશાની કરવામાં આવે છે, પણ એ ચૂનાની નિશાની જો માટી ઉપર કરવામાં આવે અને એ સચિત્ત હોય તો ચૂનાના કારણે એની વિરાધના થાય.
(છ) હર્પિસ વગેરે રોગોમાં ઠંડક મેળવવા માટે કાળી માટી, લાલ માટીના લપેડા કરવામાં આવે છે. જો એ માટી સચિત્ત હોય, તો એની વિરાધનાનો દોષ લાગે.
| (જ) પોતાની માલિકીના ઉપાશ્રયો નવા નકોર બનાવડાવાય, તો એમાં પુષ્કળ ખોદકામ થવાથી પૃથ્વીની હિંસા થાય.
(ઝ) ગૃહસ્થોને ઉપાશ્રયાદિનો ઉપદેશ આપવામાં પણ જો શાસ્ત્રીય ભાષા વાપરવામાં ન આવે, સાવદ્ય ભાષા વપરાય, (આનું વર્ણન અષ્ટ પ્રવચન માતામાંથી જાણી લેવું.) તો તેઓ જે કંઈપણ પૃથ્વી ખોદવા વગેરે રૂપ હિંસા કરે તેનો દોષ સાધુને લાગે.
(ટ) દેરાસરાદિ બનાવવામાં પણ “પાયો ઉંડો ખોદો, કામ જલ્દી કરો, ૨૫ માણસો રાખો...” વગેરે ઉપદેશ આપવો.. એમાં પૃથ્વીકાયની વિરાધનાનો દોષ સ્પષ્ટપણે લાગે.
(6) માત્રા માટેની કુંડી બનાવવા માટે જમીન ખોદાવવામાં આવે, એ જો ચાર આંગળીથી વધુ ખોદાવવામાં આવે તો ત્યાંથી પૃથ્વીની હિંસા શરૂ થઈ જાય.
(ડ) પોટલા, ઉપાધિ વગેરેની અવરજવર ગાડી-લારી વગેરે દ્વારા કરવામાં આવે, - - - - - - - - - - - - ૧૩૫ જજજ દkkkkkkkkkk