________________
-૯-૨૯--૯-૨૯--૪૨૯-૦૯-૦૯-૦૯-મહાવ્રતો કે ------------- હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે દુઃષમકાળમાં આવા ઉત્તરગુણ સંબંધી દોષવાળા પણ ગુરુ ગુરુ જ છે. એમના એ દોષોને આગળ કરીને એમને ત્યાગી શકાતા નથી.
૧૨૫ ગાથાના સ્તવનમાં મહોપાધ્યાયજીએ પણ આ જ કહ્યું છે કે “ઉત્તરગુણમાં હિ હીણડા ગુર કાલાદિક પાખે...”
શું ગુરુ વિશિષ્ટ પ્રકારનો શાસ્ત્રાભ્યાસ ન કરે- ન કરાવે, ગુરુ શિષ્યોમાં પક્ષપાતી વલણ ધરાવે, ગુરુ બધી બાબતોમાં કચકચ કરે, ગુરુ ક્રોધ અને કડવાશ-કટુવચનોનો પ્રયોગ કરે, ગુરુ આગંતુક મુમુક્ષુઓને પોતાના જ શિષ્ય બનાવવાની પ્રવૃત્તિ કરે, ગુરુ પોતે જ વ્યાખ્યાનો આપે... આ બધું મૂલગુણોના ભંગનું પાપ ગણાય? આમાં શું એ ગુરુ સાધુતા જ ગુમાવી બેસે એવું ખરું ? જો ના ! તો પછી એમને છોડાય શી રીતે ? કોણે એમનો ત્યાગ કરવાની રજા આપી ? કયા શાસ્ત્રોએ આવા ગુરુનો ત્યાગ કરવાનું કીધું ? તો શું વગર શાસ્ત્રાજ્ઞાએ એમને એમ સ્વમતિથી આવી પ્રવૃત્તિ-ગુરુત્યાગની પ્રવૃત્તિ આદરી શકાય? આ તો જિનાજ્ઞા સામે બળવો છે, અને એના ભયંકર નુકસાનો થયા વિના રહેતા નથી.
ગુરુના આ દોષો દોષ નથી, એમ તો કોઈ નથી કહેતું. પણ છદ્મસ્થતાદિને લીધે . આવા આવા દોષો હોવાના, હોવાના ન હોવાના જ. રે ! આવી વાતો કરનારાઓમાં પોતાનામાં શું આવા કે બીજા કોઈ દોષો છે જ નહિ? તો પોતાના એ દોષો બદલ પોતે પોતાનો ત્યાગ કેમ નથી કરતા ?
બહુ સ્પષ્ટ વાત એ જ કે જો ગુરુ બનાવી દીધા હોય અને જો એ ગુરુ મૂલગુણો સંબંધી એટલે કે બ્રહ્મચર્યાદિ સંબંધી બાબતોમાં ચોક્ખા હોય તો આડા-અવળા બહાનાઓ કાઢીને એમનાથી અલગ વિચરવાની પ્રવૃત્તિ એ શાસ્ત્રમાન્ય બનતી નથી.
આમ છતાં જે જે ફરિયાદો કરવામાં આવી છે, એના સમાધાન આપવા રહ્યા. આ સમાધાનો પણ ફરિયાદના ક્રમ પ્રમાણે જ જાણવા.
(ક) જો અભ્યાસ ન થતો હોવાના કારણે શિષ્યો ગુરુથી જૂદા પડતા હોય તો તો તેઓએ જ્યાં વધુ સારો અભ્યાસ થાય એવા બીજા કોઈ મહાત્માની સાથે જ રહેવું જોઈએ ને ? તેઓ જો સ્વતંત્ર જ વિચરે તો તો આમ પણ એમનો અભ્યાસ થતો જ નથી. તો પછી ગુરુને છોડ્યાનો અર્થ શો ? એટલે જ્ઞાનાભ્યાસ માટે ગુરુને છોડનારાઓએ જ્ઞાની પાસે જ રહી અભ્યાસ કરીને પાછા ગુરુના શરણે આવી જવું જોઈએ.
શું આ પ્રમાણે થાય છે ?
ખરી હકીકત તો એ છે કે જ્ઞાનાભ્યાસની ખરેખર લગની લાગી હોય તો ગુરુની વધુ સેવા કરી એમની સંમતિ લઈને બીજે સ્થાને ભણવા જવું જોઈએ. સાંચા દીલની સેવા --------------------------- ૫૮ --------------------------