________________
ના
- -
- - -
- - - -
! --- ૯૯૦૯૯-૨૦૦૯ - -
- -
વળી તને ખબર છે? જેમ એમના સ્વભાવમાં દોષો છે, એમ તારા સ્વભાવમાં પણ કિંઈ ઓછા દોષો નથી. આજે તું ૩૦ વર્ષનો થયો. તો ૩૦ વર્ષ સુધી તારી ઘણી વિચિત્રતાઓ મા-બાપે સહન કરી જ ને ? એમણે કદી તારા માટે ફરિયાદ કરી કે “આ દીકરાનો સ્વભાવ વિચિત્ર છે. આપણે એને કાઢી મૂકો...” તારા પ્રત્યેના સ્નેહભાવથી તારા બધા સ્વભાવ દોષો ૩૦-૩૦ વર્ષ સુધી એમણે સહન કર્યા છે. એ વાત તું કેમ ભૂલી જાય છે ?
આજે હવે એ વૃદ્ધ થયા છે, છેલ્લા વર્ષોમાં એમને સાચવી લેવા એ તારી જવાબદારી છે. યાદ રાખજે ! જો એમની હાય લઈશ, તો જીંદગીમાં સુખી નહિ થાય. તારી પત્નીને કહી દે કે “પહેલા મારા મા-બાપ! પછી તું ! તારું ધાર્યું નહિ થાય. માબાપની સેવા ન કરવી હોય તો પિયરે ચાલી જા.”
આવું આવું સંસારી ભાઈને કે બીજાઓને આ સંયમીએ સમજાવ્યું હશે ને ? તો આ જ વાત શું આ સંયમીએ જાતે પણ સમજવાની જરુર નથી ?
ગુરુએ દીક્ષા આપવા દ્વારા તમને સંયમજીવનમાં જન્મ આપ્યો ને ? એ ઉપકાર શું નાનો છે ? લાખો માતાઓ ગર્ભપાત કરાવીને દીકરાને જન્મવા જ નથી દેતી, એમ આ ગુરુએ મુમુક્ષુપણામાંથી જ તમને પાછા કાઢ્યા હોત તો? દીક્ષા ન આપી હોત તો? આજે ગુરુની ફરિયાદ કરવા માટે તમે હાજર જ ન હોત.
દીક્ષા પછીના દિવસો, મહિનાઓ, વર્ષો તો યાદ કરો. તમને જોગ કરાવ્યા, ગોચરી-પાણી લાવી લાવીને વપરાવ્યા, વિહારમાં પણ સાથે રહ્યા, માંદા પડ્યા તો તમારા માત્રા-સ્થડિલાદિ પણ એ ગુરુએ પરઠવ્યા, તમને ભણાવ્યા, સેંકડો ગાથાઓ ગોખાવડાવી, એ માટે પોતે સમયનો ભોગ આપ્યો, વારંવાર પ્રેરણા કરતા રહ્યા. સંયમનાં આચારોમાં તમને સ્થિર કરતા રહ્યા, એ રીતે તમને સંયમી, જ્ઞાની, તપસ્વી બનાવ્યા. લોકમાં પૂજનીય બનાવ્યા. દીક્ષા બાદ પણ જો ગુરુ તમને કાઢી મૂકત તો તમે કેવી રીતે જીવત ? - આજે તમે પગભર થયા, તમારું ગ્રુપ બની ગયું. એકલા વિચરવાની આવડત અને હિંમત આવી ગઈ એટલે તમને ગુરુની કચકચ ભારે લાગે છે ને ? કબૂલ છે કે ગુરુના સ્વભાવમાં કચકચ કરવાની વિચિત્રતા આવી હશે, ગુરુ કંઈ ને કંઈ ટકોર કર્યા કરતા હશે. પણ એટલા માત્રથી એમનો અનંત ઉપકાર મટી જાય છે શું ? એ ગુરુ તરીકે અપાત્ર બની જાય છે શું ?
રે! તમારા સ્વભાવમાં પણ શું જાત-જાતના દોષો ન હતા? તો એ બધા જ દોષોને ગુરુએ આટલા વર્ષો સુધી સહન કરીને પણ તમને સાચવ્યા ને ? તો આજે તમે એ ગુરુના લાલ ગાલ લાલ ૯૯ - - - - - - - ૬૫ - ૨૯ ૦૯-૦૯ - - - - - - - - - -