________________
મહાવ્રતો પછી આહા૨સંજ્ઞાનો અને એને કારણે ફૂડ-કપટોનો, આવેશનો, નિષ્ઠુરતાદિનો ભોગ બન્યા ને ? ભાવતા-અણભાવતાના ભેદ પડ્યાને ?
‘હવે તો આ શરીરને કટ્ટર શત્રુ માનીને એની સાથે લડીશ’ એવી ઉછળતી ભાવના બધાની હતી ને ? છતાં એ પછી તડકાથી બચવા અંધારાના વિહાર, ઉપધિના ભારથી બચવા સાઈકલાદિ, ઠંડીથી બચવા ધાબડાદિ, ગરમીથી બચવા માટીના ઠંડા ઘડા, કાંકરીઓથી બચવા સોલવાળા જોડા વગેરે વગેરે વાપરીને શરીર સાથે મૈત્રીસંબંધો બાંધ્યા ને ?
‘હવે મારા માટે ઉંઘ હરામ છે. પાંચ-છ કલાક ઉંઘ લઈશ, બસ,એ સિવાય રાત્રે અને દિવસે સંયમ-સ્વાધ્યાયમાં લીન બની જઈશ' આવી ઉદાત્ત કામના બધાને હતી ને ? છતાં પછી રાત્રે ૭-૮ કલાકની ઉંઘ, દિવસે અડધો કલાક આરામ, કોઈ ઉંઘમાં જાણેઅજાણે ખલેલ પહોંચાડે તો એના પ્રત્યે ગુસ્સો, ઉંઘ ઘણી સારી આવે તો આનંદ, ઉંઘ ન આવે તો દુઃખ... આવી આવી વિટંબણાઓનો ભોગ બન્યા ને ?
‘આ સાધુ-સાધ્વીઓ તો પરમપૂજનીય છે. એમની અપૂર્વ સેવા કરીશ. એમની સામે કદી નહિ બોલું. એમના ગુણો જ ગાઈશ. એમને મારા ઉપકારી જ માનીશ.’ એવી વંદનીય ભાવના દીક્ષા વખતે બધાની હતી જ ને ? દીક્ષા બાદ એ સંયમીઓ પ્રત્યે તિરસ્કાર, એમની નિંદા, એમની સેવાદિમાં ઉપેક્ષા, એમની માંદગી વખતે પણ સેવા ન ક૨વા માટે આડા-અવળા થઈ જવાના પ્રયત્નો, સંયમીઓથી અલગ થઈ સ્વતંત્ર રીતે વિચરવાના મનોરથો પણ થયા જ ને ?
આવું કેમ બન્યું ?
એનો ઉત્તર આ છે કે આપણી એ મનોહર ભાવનાઓ ખોટી ન હતી, કોરી ન હતી... પણ આપણામાં એ બધા કરતાં તદ્દન વિપરીત સંસ્કારો ચક્કાજામ હતા અને છે. એણે આપણી બધી ભાવનાઓને ધૂળમાં મેળવી દીધી. સજ્જન બનવા ઈચ્છતા આપણને દુર્જન બનાવી દીધા, સંત બનવા ઝંખતા આપણને કંત (સંસારી ગૃહસ્થ) બનાવી દીધા... જ્યાં સુધી આ કુસંસ્કારો ઘસાઈ ઘસાઈને નબળા ન પડે, ત્યાં સુધી આ લીધેલી પ્રતિજ્ઞાઓ સફળ ન બને...
એ માટે જ કુસંસ્કારોને ઘસારો પહોંચાડવો, એમને ખતમ કરવા એ ખૂબ જરુરી છે. એ માટે જરુરી છે એ ભૂતકાલીન અનંતાનંત પાપોનો ઘોર પશ્ચાત્તાપ! એ પશ્ચાત્તાપ સાથે એ તમામ પાપોની માફી માંગવી!
આનું નામ જ પ્રતિક્રમણ !
“મેં ભૂતકાળમાં જે જે પાપો કરેલા છે, એ બધા ખરેખર ન કરવા જેવા જ હતા.
૪૧૧૬૦****
*