________________
- એક એક - જ - - - - -
મહાવ્રતો ૯૦ ૯૯૦૯૦ ૧૯૯૨ - ૨૯ ૨૯ હોતો હશે? પણ મારો પુદ્ગલરાગ માઝા મૂકી ગયો. અને એ જડને સ્વચ્છ રાખવાની પલોજણમાં દિવસો-મહિનાઓ-વર્ષો બગાડ્યા. આત્માની ચોખ્ખાઈ કરવાનો અમૂલ્ય અવસર ગુમાવ્યો...
આવા તો કેટલા પ્રસંગો વર્ણવવા ?
જેમાં રાગ-દ્વેષ ભળ્યા, જેમાં પર્કાયની હિંસા ભળી... એ બધું સાવદ્ય! રે! સંસારીપણામાં તો જિનપૂજાદિ ધાર્મિક અનુષ્ઠાન વિનાની પળેપળ સાવદ્ય ! ત્યાં નિરવદ્ય હતું જ શું? એટલે જ સંસારની કોઈપણ વસ્તુનો વિચાર,સ્મરણ જો મનને ગમે, મનમાં ઉડે ઉડે પણ ખુશી જન્માવે, એ વિચારો કરવા માટે મન તલપાપડ બને... તો માની લેવું કે આ ભૂતકાલીન પાપોની અનુમોદના ચાલુ જ છે અને આવી દશોમાં ચારિત્રપરિણામ મલિન થાય જ, કદાચ મરણ પણ પામે.
સંસારીજીવનમાં જે કંઈ ધર્માનુષ્ઠાનો કર્યા, એ બાજુ પર રાખો. એ સિવાયના આખાય સંસારીજીવનને, એની પ્રત્યેક પળને, એ પળની પ્રત્યેક પ્રવૃત્તિને બિલકુલ અનુમોદવી નથી. હાથે કરીને એનું સ્મરણ એ પણ અપેક્ષાએ એની અનુમોદના જ છે. પ્રસંગોપાત સ્મરણ થઈ જાય તો ય એનો લેશ પણ આનંદ નહિ જ..