________________
------------------- મહાવ્રતો કે ----------
હેયને - પાપોને હેય ન માનવા, ઉપાદેય પણ ન માનવા એ મધ્યમ કક્ષા છે. હેયને - પાપોને ઉપાદેય માનવા એ નિમ્નકક્ષા છે, નુકસાનકારી કક્ષા છે.
પાપોની અનુમોદના ન કરવી એ રૂપી પ્રતિક્રમણ હોય, પણ પાપોને ધિક્કારવા, તિરસ્કારવા એ રૂપી નિંદા ન હોય... તો પાપોના સંસ્કાર તુટવા અઘરા છે.
પેલા અપુર્નબંધકની વ્યાખ્યામાં લખ્યું છે ને ? કે “એ સંસારને બહુ ન માને એટલે કે સંસારનો અતિરાગ એને ન હોય પણ એનો અર્થ એ જ કે “એને સંસાર પ્રત્યે અલ્પરાગ છે, દ્વેષ-ધિક્કાર નથી.” આવી અપુર્નબંધક જેવી દશા સાધુની ન હોય. એને તો સંસાર પ્રત્યે, પાપો પ્રત્યે ભારો ભાર તિરસ્કાર હોય. એટલે જ એ ભૂતકાલીન પાપોની અનુમોદના બંધ કરીને જ સંતોષ ન માને, પણ એ સાધુ તેની નિંદા કર્યા સિવાય રહી જ ન શકે. એણે ભૂતકાળના પાપો બદલ આંસુ સારવા ન પડે, પણ પ્રસંગવશાત જ્યારે પણ એ પાપો યાદ આવી જાય, ત્યારે એના હૈયામાં પશ્ચાત્તાપના ભાવો પ્રગટી જ જાય, આંખમાં અશ્રુબિંદુઓ બાઝી જાય, વાણીમાં ભીનાશ ભળી જાય...
એક વિરાટ નદીની એક બાજુ ભયંકર જંગલ અને બીજી બાજુ મનોહર નગર ! જંગલમાં સાપ, ચિત્તા, વાઘ, અજગર વગેરે જંગલી પ્રાણીઓ ! નગરમાં સાતમાળના પ્રાસાદો, બગીચાઓ ! જંગલમાં રહેનારા ભીલો સાવ જંગલી અને નગરમાં રહેનારા માણસો સમજુ, વિવેકી, ગુણસંપન્ન ! જંગલમાંથી નગરમાં આવવા માટે નદી ઉપર બંધાયેલો એક પુલ! જે જંગલી ભીલો આ પુલ ઉપર આગળ વધે, તેઓ નગરમાં પહોંચીને નગરવાસીઓ જેવા જ શાણી-સમજુ બને.
આ નાનકડું રૂપક અધ્યાત્મક્ષેત્રમાં પણ સમજવું. ગાઢ મિથ્યાત્વ એ જંગલ! સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રાદિ ગુણો એ નગર! જંગલમાંથી નગરમાં આવવા માટેનો પુલ એટલે મંદમિથ્યાત્વ! અપુર્નબંધકતા!
જંગલમાં રહેલા ગાઢ મિથ્યાત્વીઓ તો ભારે ખરાબ! તેઓ પોતાના પાપો યાદ કરી કરીને મલકાય.
નગરમાં રહેલા સમ્યગ્દષ્ટિ વગેરે જીવો તો ઘણા સારા! તેઓ પોતાના પાપો ઉપર ભારોભાર પશ્ચાત્તાપ કરે.
જેઓ પુલ ઉપર રહેલા છે, તેઓ જંગલ છોડી ચૂક્યા હોવાથી સારા, પણ હજી નગરમાં પહોંચ્યા ન હોવાથી ઘણા સારા નહિ. તેઓ પોતાના પાપોની અનુમોદના ન કરે તો ય તે પાપોનો ઘોર પશ્ચાત્તાપ પણ એમના સ્વભાવમાં ન હોય. - સાધુ આ પુલ ઉપર નથી, પણ નગરનો રહેવાસી સારો નાગરિક છે. એટલે જ - ૯૯૯૯૯૯૯૯૯૯ ૧૨૪ જકાલ - - - - - - - - -