________________
निन्दामि गरिहामि अप्पाणं वोसिरामि
બપોરના એક-દોઢ વાગ્યાના સમયે આચાર્યદેવ ગોચરી વાપરી પોતાના સ્થાને આવ્યા, એમણે જોયું કે ૩૬-૩૭ વર્ષના કોઈ બેન અને વીસેક વર્ષનો નવયુવાન ત્યાં રાહ જોઈને બેઠા હતા. બંનેના મુખ પર ભારે ઉદાસીનતા દેખાતી હતી. આંખો લાલચોળ હતી. જાણે કે બંને ખૂબ-ખૂબ રડ્યા હોય, એવી સ્પષ્ટ પ્રતીતિ થતી હતી.
“બોલો, કેમ આવવાનું થયું ?” આચાર્યદેવે પ્રશ્ન પૂછ્યો. બે મિનિટ કોઈ કંઈ જ ન બોલ્યું. માંડ માંડ યુવાને જીભ ઉપાડી. “ગુરુવર! આ મારી બા છે.’’ મારા પિતાજી બે વર્ષ પૂર્વે જ મૃત્યુ પામ્યા છે...”
આચાર્યદેવને લાગ્યું કે એમને કોઈક સહાયની જરુર લાગે છે. એટલે પ્રશ્ન પૂછ્યો કે “તમારે આર્થિક તકલીફ છે ? કેટલી સહાય...” હજી તો આચાર્યદેવ વાક્ય પૂરું કરે ત્યાં જ યુવાને કહ્યું કે “ના, ના! એવું કશું નથી. આર્થિક રીતે તો અમે ખૂબ સદ્ધર છીએ, પણ...’’ યુવાન તો કથવાતો હતો. જીભ થોથવાતી હતી.
ન
“તમે જે હોય તે કહી શકો છો. સંકોચ ન રાખો.” આચાર્યદેવે આશ્વાસન આપ્યું. પણ આચાર્યશ્રી જોઈ રહ્યા કે યુવાન અને એની બા... બંનેની આંખોમાંથી દડદડ આંસુ ટપકવા લાગ્યા હતા. યુવાનના તો ડુસકા સંભળાતા હતા. બે હાથમાં મોઢું છુપાવીને યુવાન ગદ્ગદવાણીએ બોલ્યો “અમે એક ગંભીર પાપ કરી બેઠા છીએ. ગુરુદેવ! યોવનવયે અમને ભાન ભૂલાવ્યું. અમે સગા મા-દીકરા વાસનાનો ભોગ બની ગયા. ઘોર પાપ કરી બેઠા. ગુરુદેવ! અમે મહાપાપી છીએ. અમને બચાવો... ઉગારો...’ બોલતા બોલતા તો યુવાનનો અવાજ તરડાઈ ગયો, રૂદન વધી પડ્યું.
આચાર્યદેવ પળભર તો સ્તબ્ધ બની ગયા. પણ બીજી જ પળે સ્વસ્થ થઈ ગયા. કર્મોની વિચિત્રતાને તેઓ સારી પેઠે જાણતા હતા, એટલે જ સંસારમાં ક્યારેક આવું પણ બને... એ તેઓ સમજતા હતા. જ્ઞાની આચાર્યદેવે ઉપયોગ મૂકીને જાણી લીધું કે ‘જો આ બે જીવો અમુક પ્રાયશ્ચિત્ત કરશે, તો એનું પુષ્કળ ફળ એમને મળશે...” અને આચાર્યદેવે બંનેને કહ્યું કે “હું જે પ્રાયશ્ચિત્ત આપું, તે કરશો ?'
બંને બોલ્યા “હા જી! ઘોરાતિઘોર પ્રાયશ્ચિત્ત ક૨વા તૈયાર છીએ. આમરણ ઉપવાસ કરવા તૈયાર છીએ. પણ અમને બેને આ પાપમાંથી બચાવો.”
“તો સાંભળો. આવતી કાલે ગામના ઘણા માણસો ભેગા થશે. એમની સમક્ષ તમારે આ પાપ જાહેર કરવાનું, ખુલ્લા થવાનું, બોલો, મંજુર ?” આચાર્યદેવે ધ્રુજાવનારી વાત કરી દીધી.
પેલા બંને જાણે વિચારમાં પડ્યા. આવા પ્રાયશ્ચિત્તની તો એમણે કલ્પના પણ કરી ન હતી. પણ એમનો પશ્ચાત્તાપ ખરેખર સાચો હતો, એટલે જ ગીતાર્થ સંવિગ્ન ગુરુના
***********
**