________________
૧૧. પાંચ મહાવ્રતને બદલે કરેમિ ભંતે ! શા માટે ?
પ્રશ્ન : ગુરુજી! આપે તો મને એમ કહેલું કે હું તને પાંચ મહાવ્રત ઉપર સમજણ આપીશ. એને બદલે આપે તો ‘કરેમિ ભંતે !’ ઉપર જ મોટું વિવેચન કરી દીધું. શા માટે આમ કર્યું ?
ઉત્તર : શિષ્ય! સાંભળ.
પાંચ મહાવ્રતો રૂપી મૂલગુણો અને નિર્દોષ ગોચરી વગેરે રૂપી ઉત્તરગુણો... આ બધું જ કરેમિ ભંતે ! સૂત્રમાં આવી જ જાય છે. એ કંઈ જૂદી વસ્તુ નથી. એટલે જ કરેમિ...નું વર્ણન કર્યું છે. કેમકે એ અને પાંચ મહાવ્રત એક જ છે.
પ્રશ્ન : એ કેવી રીતે ? ઉત્તર ઃ જો.
:
સર્વથા પ્રાણાતિપાતનું વિરમણ એ પ્રથમ મહાવ્રત! સર્વથા મૃષાવાદનું વિરમણ એ દ્વિતીય મહાવ્રત! સર્વથા અદત્તાદાનનું વિરમણ એ તૃતીય મહાવ્રત! સર્વથા મૈથુનનું વિરમણ એ ચતુર્થ મહાવ્રત! સર્વથા પરિગ્રહનું વિરમણ એ પંચમ મહાવ્રત! બરાબર ને ?.
હવે આ પ્રાણાતિપાતાદિ એ સાવધ છે ને ?
તો ‘કરેમિ ભંતે!’ માં આપણે સર્વાં સાવનં નોનું પન્વસ્વામિ દ્વારા તમામે તમામ સાવઘયોગોનું વિક્રમણ સ્વીકારી જ લીધું છે. એટલે કે એમાં પાંચેય મહાવ્રતોનો સમાવેશ થઈ જાય છે.
માત્ર પાંચ મહાવ્રતો જ શું કામ ? દોષિત ગોચરી વગેરે બધું પણ સાવદ્ય જ છે ને ? તો પછી એ બધાનો ત્યાગ પણ કરેમિ... સૂત્રમાં આવી જ ગયો ને ?
આથી જ તો તમામ તીર્થંકરો માત્ર કરેમિ... સૂત્ર જ ઉચ્ચરે છે. તેઓ પાંચ મહાવ્રતોનો ઉચ્ચાર કરતા નથી. જો બંને વસ્તુ જૂદી હોત, તો તીર્થંકરોએ પાંચ મહાવ્રતોનો ઉચ્ચાર ન કરવો પડે ?.
૨૦૪ ૧૨૯૦