________________
------------------------ મહાવતો --- ------------------
પ્રશ્ન : તો પછી એમ કેમ કહેવાય છે કે “કાચી દીક્ષામાં માત્ર યાવજજીવનું સામાયિક જ અપાય છે, મહાવ્રતો અપાતા નથી. વડીદીક્ષામાં મહાવ્રતો આપવામાં આવે છે.”
ઉત્તર : કાચી દીક્ષામાં મહાવ્રતો સ્વતંત્ર રીતે, નામોચ્ચારણ પૂર્વક નથી અપાતા, જ્યારે વડીદીક્ષામાં એ મહાવ્રતો દરેકે દરેક સ્વતંત્ર રીતે નામોચ્ચારણપૂર્વક અપાય છે. આ ભેદ છે. બાકી કોઈ ભેદ નથી.
જેમ અત્યારે સંસારમાં સીધા લગ્ન નથી થતા. પહેલા સગપણ થાય છે. એ પછી બંને વચ્ચે પરસ્પર મનમેળ વગેરે રહે તો અમુક સમય બાદ લગ્ન થાય છે. સગપણ બાદ જો બંને એકબીજા સાથે ન ફાવે, તો સગપણ ફોક કરી શકાય છે. એ એટલું બધું ખરાબ નથી ગણાતું, જેટલું ખરાબ લગ્ન બાદ તલાક લેવાનું ગણાય છે.
એમ કાચી દીક્ષા એ મુમુક્ષુને સંયમજીવનની વ્યવસ્થિત તાલીમ આપવા માટે જ છે. આજે જેમ આપણે મુમુક્ષુને સંસારીપણામાંજ વર્ષ-બેવર્ષ તાલીમ આપીએ છીએ, એ રીતે પૂર્વના કાળમાં કાચી દીક્ષા આપી દઈને દીક્ષામાં એને તાલીમ અપાતી. એમાં જો એ સફળ થાય તો મુખ્યત્વે વડીદીક્ષા આપવામાં આવે, નહિ તો એ પાછો ઘરે પણ જાય.
પણ કાચી દીક્ષા બાદ ઘરે જવું ઓછું ખરાબ! એને બદલે વડી દીક્ષા બાદ ઘરે જવું એ વધું ખરાબ દેખાય.
જાડી ભાષામાં કહીએ તો કાચી દીક્ષા એટલે સગપણ! વડી દીક્ષા એટલે લગ્ન!
અને સંસારીપણામાં રાખીને તાલીમ આપવી અઘરી છે. એના બદલે કાચી દીક્ષા આપીને તાલીમ આપવી એ સહેલી છે.
હા! સગપણ પણ ગમે તેમ ન જ થાય. બંને પક્ષ એકબીજાના કુળ-ખાનદાનસંપત્તિ-રૂપ-સ્વભાવ વગેરે તપાસીને જ સગપણ કરે, એ પછી પણ ન ફાવે તો સગપણ રદ કરે. એમ કાચી દીક્ષા પણ એમને એમ ન અપાય. વ્યક્તિની અનેક પ્રકારની પાત્રતાઓ ચકાસ્યા બાદ જ કાચી દીક્ષા આપીને તાલીમ આપવામાં આવે. એ પછી પણ જો એ તાલીમમાં સફળ ન થાય તો કાચી દીક્ષા રદ કરીને ઘરે મોકલવામાં આવે.
આ હકીકત છે, માટે જ વચ્ચેના ૨૨ તીર્થકરોના શાસનમાં કાચી દીક્ષા-વડી દીક્ષાની વ્યવસ્થા નથી. તેઓ કાળના પ્રભાવે ઋજુ-પ્રાજ્ઞ હોવાથી એમને આટલી બધી પ્રક્રિયાની જરુર નથી. એમને કરેમિ ભંતે રૂપ કાચી દીક્ષા અને પાંચ મહાવ્રતરૂપ વડીદીક્ષા બધું એક સાથે જ આપવામાં આવે છે.
સાર એટલો જ કે “કાચી દીક્ષામાં મેં મહાવ્રત તો લીધા જ નથી..” એવી ભ્રમણા
&&&&&&&&&&&&
૧૩૦
જજ
જે
જે
જે
જ