________________
* મહાવ્રતો
પરંતુ “હું આધાકર્મી નહિ વાપરું. હું છાપા નહિ વાંચુ. હું કોઈની નિંદા નહિ કરું...’ આવી આવી પ્રતિજ્ઞાઓ પણ લેવાય છે. હવે એ સાધુને પૂછો કે “તે તો બધા સાવઘોનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઈ જ લીધી છે. તો પછી આધાકર્મી વગેરે પણ સાવદ્ય જ છે. એની પ્રતિજ્ઞા તો તારે આવી જ ગઈ છે. એ પ્રતિજ્ઞા સ્વતંત્ર લેવાની જરુર જ શી છે ?'' તો એ શું જવાબ આપશે ?
હકીકત તો છે જ કે કાચીદીક્ષા-વડીદીક્ષા બાદ સાધુએ કોઈપણ સ્પેશ્યલ સાવઘ યોગને યાદ કરીને એની સ્વતંત્ર પ્રતિજ્ઞા લેવાની જરુર નથી જ. છતાં અપ્રાજ્ઞજીવો આ રીતે સ્પેશ્યલ પ્રતિજ્ઞાઓ લે, તો એ પાળવામાં ઉલ્લાસવાળા બને છે.
છાપાની પ્રતિજ્ઞા વિનાનો સાધુ છાપાઓ વાંચી પણ લે, એને એમ વિચાર ન આવે કે ‘આ પણ સાવદ્ય જ છે અને એની પ્રતિજ્ઞા તો મેં લઈ લીધી છે. મારે ન વંચાય' જ્યારે છાપાની સ્પેશ્યલ પ્રતિજ્ઞા લેનાર સાધુ છાપા વાંચવાની પ્રવૃત્તિ નહિ કરે. “મારે બાધા છે” આમ કહેશે જ.
‘બપોરે નિષ્કારણ ઉંઘવું.' એ સાવદ્યયોગ હોવા છતાં એની સ્પેશ્યલ પ્રતિજ્ઞાવાળો સાધુ ઉંઘશે નહિ. ‘મારે બપોરે ઉંઘવાની બાધા છે' એમ વિચારશે. જ્યારે સ્પેશ્યલ પ્રતિજ્ઞા ન હોય તો સાધુ બપોરે ઉંઘે પણ ખરો. “એ સાવદ્ય છે.” એની ખબર હોવા છતાં એને આમાં પ્રતિજ્ઞાભંગ ન લાગે.
આવું અનેકાનેક બાબતોમાં સમજી લેવું.
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો સાધુએ આધાકર્મીની, રાત્રિવિહારની, વિજાતીય પરિચયની, નિંદા-મશ્કરીની, પૂછ્યા વિના કોઈની વસ્તુ લેવાની, પોટલાઓ ભેગા કરવાની... બાધા લેવાની જ ન હોય. એ બધાની એને બાધા છે જ. છતાં એવી વિશિષ્ટ સમજણ ન હોવાને લીધે સાધુઓ એવી એવી વિશેષ બાધા લે, તો પણ એમાં કશું જ ખોટું નથી. એમની દશા પ્રમાણે એ ઉચિત ગણાય.
બાકી પરમાર્થ એ કે સાધુની પ્રતિજ્ઞા નવા નવા શુભયોગો આદરવાની હોય. ‘ત્રણ ઘરમાંથી જે મળે એ જ વાપરીશ, અટ્ઠમાદિ કરીશ, વૃદ્ધોની વૈયાવચ્ચનો બધો લાભ લઈશ. વિહારમાં ગ્લાનાદિની ઉપધિ હું ઉંચકીશ, રોજ પાંચ ગાથા ગોખીશ, રોજ રાત્રે ૫૦૦ ગાથાનો સ્વાધ્યાય કરીશ...' વગેરે.
આમ, જેમ ઉંઘ, આધાકર્માદિની બાધા આવી ગઈ હોવા છતાં પણ સાધુ ઉંઘ વગેરેની સ્પેશ્યલ પ્રતિજ્ઞા લે છે, અને એ તેવા તેવા જીવદળની અપેક્ષાએ યોગ્ય જ છે. એમ કરેમિ ભંતે માં બધી જ પ્રતિજ્ઞા આવી ગઈ હોવા છતાં વડીદીક્ષા વખતે મહાવ્રતોની પ્રતિજ્ઞા સ્પેશ્યલ લેવામાં આવે, પ્રથમ-ચરમ તીર્થંકરોના સાધુઓમાટે યોગ્ય જ છે.
૧૩૨૦૧