________________
જ પાંચ મહાવતને બદલે કરેમિ ભંતે ! શા માટે ?
જ
મનમાંથી કાઢી નાંખવી.
પ્રશ્ન : જો કાચી દીક્ષામાં પાંચ મહાવ્રતો પણ આવી જાય, તો કાચી દીક્ષા બાદ ઘરે જનારને પાંચ મહાવ્રતના ભંગનો દોષ ન લાગે ?
ઉત્તર : કાચી દીક્ષામાં માવજીવની દીક્ષા અપાય છે, એ તો તમે પણ માનો જ છો ને ? તો કાચી દીક્ષા બાદ ઘરે જનારને આ યાવનજીવની સર્વવિરતિની પ્રતિજ્ઞાનો ભંગ કર્યાનો દોષ લાગે કે નહિ ? તો એ ચાલી શકે ?
પ્રશ્ન : એ દોષ લાગે જ. પણ દીક્ષાજીવન જીવી શકાય એમ ન હોય તો ઘરે જતા રહેવામાં મોટો દોષ નથી. કેમકે જીવ કપટ નથી કરતો, નિષ્ઠુર નથી બનતો. પોતાનું સામર્થ્ય ન દેખાવાથી દીક્ષા છોડે છે.
ઉત્તર : તો આ જ વાત મહાવ્રતમાં પણ સમજી લો ને? કાચી દીક્ષામાં મહાવ્રતોની પ્રતિજ્ઞા છે જ. પણ જયારે જીવને એમ લાગે કે “મારાથી આ બધું નહિ પળાય. મારે કપટ કરીને વેષ પકડી રાખવો નથી...” ત્યારે એ દીક્ષા છોડી દે છે. આમાં પાંચ મહાવ્રતોનો ભંગ હોવા છતાં પણ એ મોટો દોષ બનતો નથી.
પ્રશ્ન ઃ જો કાચી દીક્ષામાં પાંચ મહાવ્રત આવી જ જાય છે, તો વડીદીક્ષા વખતે એનો ફરીથી જુદો ઉચ્ચાર કરવાની જરૂર શી છે ?
ઉત્તર : જેઓ અલ્પપ્રજ્ઞાવાળા હોય, તેઓ સંક્ષેપમાં કહેવાયેલી વસ્તુને પોતાની મેળે સમજી ન શકે. એમને સમજાવવા માટે દરેકે દરેક પદાર્થ એને સ્પષ્ટપણે કહેવો પડે. એમ થાય તો જ એમને બધા પદાર્થો સમજાય. પહેલા - છેલ્લા તીર્થકરના સાધુઓ ક્રમશઃ ઋજુ-જડ, વક્ર-જડ છે. બંનેમાં જડતા છે, એટલે જેટલું સ્પષ્ટ કહેવામાં આવે, એટલું સમજે. જે પદાર્થો સ્વયં વિચારીને સમજવાના હોય, તે બધામાં એમનો ઉપયોગ ઓછો જાય.
બધા સાવદ્યયોગોનો ત્યાગ કરું છું.' આ સામાન્યથી પ્રતિજ્ઞા છે. પણ શું શું સાવદ્ય કહેવાય, તે તેઓ સમજી શકતા નથી. એટલે આવી બાધા લીધા બાદ પણ ગરબડ કરી બેસે. એટલે એમને દરેકે દરેક સાવઘયોગ જુદો જુદો સમજાવવો પડે કે “જો ભાઈ! હિંસા એ પણ સાવદ્ય છે મૃષા પણ સાવદ્ય છે...” એ રીતે જ તેઓ બધુ બરાબર સમજીને એનો ત્યાગ કરી શકે.
આજે આપણી જાતને જ ચકાસીએ.
દીક્ષાના દિવસે સાધુઓ ૧૦૦-૨૦૦ અભિગ્રહો લેતા હોય છે. એમાં નવી નવી આરાધના કરવા રૂપ અભિગ્રહ લેવાય એ તો બરાબર. દા.ત. રોજ ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ન કરીશ... વગેરે. કેમકે સાવદ્યયોગના ત્યાગ રૂપ આ પ્રતિજ્ઞા નથી. નરલ નોલ---- --- ---- ૧૩૧) ૪૯-૪- ૯૦૯-૦૯-૪--૦૯-૦૯૨-૪-૯-૦૯