________________
જ
૨૯-જા મહાવતો આ જ
રીતે
(ગ) ગહ કરે, તો ગુરુ એને દોષોથી બચવા માટેનું માર્ગદર્શન આપી શકે, તો જ જીવ દોષોથી બચી શકે. બાકી જેમ રોગી પોતાની મેળે જ ગમે તે દવાઓ કરે તો રોગને ખતમ કરવાની ઈચ્છા હોવા છતાં રોગ ખતમ ન થાય અને કદાચ વધી પણ જાય. એમ જીવ જો માત્ર સ્વનિંદા કરે, પણ ગહ ન કરે, તો દોષનો નાશ કરવાની ઈચ્છા હોવા છતાં પણ દોષ વધી પણ જાય.
(ઘ) ગહ કરે તો ગુરુ એને પ્રાયશ્ચિત્ત આપે. પ્રાયશ્ચિત્ત વહન કરવામાં ઘણું સહન પણ કરવું પડે. અને જો એવું થાય તો જીવ ફરી પાપ કરવા જલ્દી તૈયાર ન થાય. પ્રાયશ્ચિત્તનો ભય એને પાપો કરતા અટકાવે.
- જો માત્ર સ્વનિંદા જ કરે, ગહ ન કરે, તો પશ્ચાત્તાપ હોવા છતાં પણ પ્રાયશ્ચિત્ત ભય ન હોવાથી પાપોથી અટકવું દુષ્કર થાય. આજે પણ એવો અનુભવ થાય જ છે કે આપણા જીવનમાંય એવા ઘણા દોષો છે, કે જેને માટે આપણને પશ્ચાત્તાપ થાય છે. પરંતુ એ દોષો દૂર થતા નથી. જ્યારે જે દોષોમાં ગુરુનો ઠપકો, પ્રાયશ્ચિત્ત વગેરે મળ્યા છે, તે દોષોમાંથી આપણે તરત પાછા ફરી શક્યા છીએ.
એટલે અકરણનિયમ માટે ગહ અત્યંત અગત્યનો ભાગ ભજવે છે.
(ચ) જીવ અજ્ઞાની, અણસમજુ છે. દોષ કોને કહેવાય? ગુણ કોને કહેવાય ?... વગેરે બાબતોમાં ઘણીવાર એ થાપ ખાઈ બેસે છે. એમાંય જેમાં દોષો અને ગુણો એ બંનેનું મિલન હોય, એમાં તો ખૂબ જ મુંઝવણ થાય. દા.ત. તત્પમાં અનાસક્તિ ગુણ હોય, પણ એનો અહંકાર થવો, સ્વપ્રશંસા કરવી... એ દોષ હોય... તો આ ગુણદિોષમિશ્રિત અનુષ્ઠાન છે. આમાં કેટલું દોષરૂપ અને કેટલું ગુણરૂપ... એ બધું વિભાગીકરણ જીવને ન આવડે. એ તો દોષને ગુણરૂપ માનીને પ્રશંસે અને ગુણને દિોષરૂપ માનીને નિંદે...
જો એ જીવ ગહ કરે, તો ગીતાર્થગુરુ એની ગહ સાંભળીને એની ભૂલોને, ગેરસમજોને પકડી પાડે. જે બાબતોને એ જીવ ભૂલ માનતો હોય એ ભૂલ જ ન હોય એ પણ ગુરુ અવસર પ્રમાણે સમજાવે... પણ જો જીવ ગહ ન કરે. “મનમાં જ પરણે અને મનમાં જ રાંડે” એવું કરે તો એ ચોક્કસ થાપ ખાવાનો જ. માટે પણ ગહ ઉપયોગી છે.
આવા તો અનેકાનેક ફાયદાઓ ગહ કરવાથી પ્રાપ્ત થાય છે. સ્પષ્ટ ભાષામાં કહીએ તો નિંદા એ નિશ્ચયનય છે.
તો ગહ એ તેનું પ્રતિબિંબ ઝીલનાર વ્યવહારનય છે. વ્યવહાર વિના નિશ્ચયની હાજરી પ્રાયઃ શક્ય નથી. પ્રાયઃ વ્યવહાર વિના નિશ્ચયનો નિર્ણય થઈ શકતો જ નથી.
એક દષ્ટાન્ત... જાત-જ-ક-૯------------૦૯-૦૯૧૨૬
જાત-જલ--૯