________________
૪૧૦.
N
આમ તો ડિમાનના અર્થમાં ઘણી જગ્યાએ નિન્વામિ નો અર્થ પણ વર્ણવાઈ ગયો છે. છતાં અહીં સ્પષ્ટતા કરી લઈએ કે
ભૂતકાળના પાપોની અનુમોદના ન કરવી એ પ્રતિક્રમણ છે.
ભૂતકાળમાં પાપો કરી બેસેલા આત્માને, એ પાપોને ધિક્કારવા, તિરસ્કારવા એ
१०. निन्दामि गरिहामि अप्पाणं वोसिरामि
નિંદા છે.
એ પાપોનું અને પાપિષ્ઠ આત્માનું ગુરુ આગળ વર્ણન કરવું એ ગહ છે. નિંદા આત્મસાક્ષિકી છે.
ગર્હ ગુરુસાક્ષિકી છે.
આટલો એ બે વચ્ચે ભેદ છે.
અપ્પાાં શબ્દ બે જગ્યાએ જોડવાનો છે.
અપ્પાળ નિન્દ્વામિ... સાવઘયોગવાળા આત્માને આત્મસાક્ષીએ નિંદુ છું. અપ્પાાં રિહામિ... સાવધયોગવાળા આત્માને ગુરુસાક્ષીએ નિંદુ છું. હવે પ્રતિક્રમણ - નિંદા અને ગહ આ ત્રણ પદાર્થ અંગે કંઈક વિચારીએ. જીવને જે વસ્તુ ઉપાદેય લાગે, એની એ અનુમોદના-પ્રશંસા કરે.
જીવને જે વસ્તુ ઉપાદેય કે હેય ન લાગે, એની એ અનુમોદના પણ ન કરે કે નિંદા પણ ન કરે. મિથ્યાત્વી જીવો બિચારા ભૂતકાળમાં પોતે કરેલા પાપોને ઉપાદેય માને છે, કરવા જેવા માને છે,... હવે એ પાપો તો હેય છે... છતાં એ જીવો એને ઉપાદેય માનીને એની અનુમોદના કરે છે... એ ભયંકર ભૂલ છે.
પણ કેટલાક જીવો એવા છે કે મિથ્યાત્વ મંદ પડવા વગેરે કારણોસર એ પોતાના પાપોને ઉપાદેય (=કરવા જેવા) માનતા નથી, અને એટલે જ એની અનુમોદનાદિ પણ કરતા નથી. આ વાત સારી છે.
પણ મુશ્કેલી એ છે કે એ પાપો એમને ખરાબ, ધિક્કારવા જેવા, ભયંકર નુકસાનકારી પણ લાગતા નથી. એમને એ પાપ પાપ લાગે છે, તો પણ સામાન્ય રીતે જ લાગે છે. એટલે જ એની જોરદાર નિંદા પણ કરતા નથી.
આ ભૂમિકા બરાબર નથી.
હેયને – પાપોને હેય માનવા. એ ઉત્તમ કક્ષા છે.
૧૨૩૪