________________
तस्स भंते ! पडिक्कमामि
(ક) ભૂતકાળમાં કોઈક પ્રસંગે કપટ કરીને, જૂઠું બોલીને માતા-પિતા, મિત્રો વગેરેને ઠગ્યા હોય, બધાને ઉલ્લું બનાવ્યા હોય, એમાં જોરદાર ચતુરાઈ વાપરી હોય. આ બધુ અત્યારેં યાદ આવે અને પોતાની એ ચતુરાઈ બદલ ઉંડે-ઉંડે આનંદ થાય પણ “હાય ! મારો આત્મા કેવો કપટી લુચ્ચો હતો.” એમ પશ્ચાત્તાપ ન થાય.
(ખ) કોઈ સ્ત્રી સાથે પરિચય થયો હોય. ઘણી ઘણી વાતો કરી હોય, મજાકમસ્તીઓ કરી હોય... આ બધું યાદ કરવામાં રસ પડે, મજા આવે, મનને સુખ લાગે... પણ એવો વિચાર ન આવે કે “હું કેવા વિકૃત આનંદનો ભોગ બનેલો. ધિક્કાર હો મારી જાતને!'
(ગ) સ્વજનો સાથે કે મિત્રો સાથે ફરવા ગયો હોય, ત્યાં ખાવા-પીવાના જલસા કર્યા હોય. હીલસ્ટેશનોની મજા માણી હોય... એ બધું હોંશે હોંશે યાદ કરવામાં આવે. પણ એ દરેક સ્મરણ વખતે ક્યાંય આંખના ખૂણે આંસુનું એક ટીંપુ પણ ન બાઝે કે “હાય! મેં જીંદગીના અમૂલ્ય દિવસો આ હરવા-ફરવા-ખાવા-પીવાના ધતીંગોમાં વેડફી નાંખ્યા...'
(ઘ) “મારી બા મને કેટલો ચાહતી હતી. મારી બેન પણ મારા માટે કેટલું બધું રડેલી! મારો ભાઈ તો મને દીક્ષા આપવા તૈયાર ન હતો. કેટલો બધો ગાઢ અનુરાગ!....” આ રીતના વિચારો, એમાં સ્વજનોનો પોતાના પ્રત્યેનો સ્નેહ, પોતાનું આ સૌભાગ્ય... આ બધુ જ ગમે. પણ એવો વિચાર ન આવે કે “છે ને, આ સંસારની વિટંબણાઓ ! બિચારા જીવો સ્નેહરાગમાં અટવાઈ જઈને અમૂલો માનવભવ ગુમાવી દે છે. કોણ બચાવશે આ બા-ભાઈ-બહેનને આ સ્નેહરાગના ફંદમાંથી ?”
(ચ) સાધ્વીજીને વિચાર આવે કે “રસોઈ બનાવવામાં તો મારી કુનેહ કાબિલેદાદ હતી. ઘરવાળા બધા આંગળા ચાટતા થઈ જતા. રોજ નવી નવી વસ્તુ બનાવતી. બધાને ખુશ કરી દેતી.” એમ પોતાની રસોઈ બનાવવાની આવડતને યાદ કરી કરીને મનમાં હરખાય, પણ એમ ન વિચારે કે “હાય! માત્ર સ્વજનોને ખુશ કરવા મેં છકાયનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો. કેટલા શાક સમાર્યા, કેટલા પાણીના જીવોને બાળી નાંખ્યા, કેટલી અગ્નિઓ પેટાવી, કેટલી ઈયળો,કીડીઓ મારા દ્વારા મરણશરણ બની. રોજ રોજ કાચા મીઠાને રસોઈમાં મોતના દર્શન કરાવ્યા. મેં રાક્ષસીનું કામ કર્યું.”
66
(છ) સાધ્વીજીને વિચાર આવે કે “ હું ઘર કેવું સાફ રાખતી. રોજ બે ટાઈમ કચરાપોતા...ખૂણે-ખાંચરે પણ કચરો ન રહેવા દઉં. હું ન કરું તો નોકરાણી પાસે પણ બરાબર કામ કરાવતી. પણ મારી ચોકસાઈ, સાજ-સજાવટ, ઘરનો અદ્ભુત શણગાર.... જે આવે બધા દંગ થઈ જતા... એવા એવા વિચારોથી મન પ્રફુલ્લિત થાય. પણ એવો વિચાર ન આવે કે “ઘર એટલે જડ! જાણે કે મડદુ ! મડદાનો કંઈ શણગાર કરવાનો
XX
*******