________________
* तस्स भंते ! पडिक्कमामि
જ્યારે સામાયિક લેવાની ક્રિયા શરુ કરી, ત્યારે ભંતે... શબ્દ અને હવે જ્યારે સામાયિક લેવાની ક્રિયા પૂર્ણ થાય છે, ત્યારે પણ ભંતે શબ્દ દ્વારા ગુરુને એનું પ્રત્યર્પણ કરવામાં આવે છે.
***
ભૂતકાળના પાપોનું પ્રતિક્રમણ બે રીતે થાય. દ્રવ્યથી અને ભાવથી. એમાં માત્ર શબ્દો જ બોલવાના હોય, અંદ૨ પ્રતિક્રમણનો ભાવ ન હોય તો એ દ્રવ્યપ્રતિક્રમણ છે. પણ અંદ૨ પ્રતિક્રમણનો ભાવ પડેલો હોય તો એ ભાવ પ્રતિક્રમણ!
પ્રશ્ન : પ્રતિઋમામિ-પડિમામિ એ શબ્દનો અર્થ શું ?
ઉત્તર : તમને કીધું ને કે ભૂતાત્ સાવદ્યયોાત્ નિવર્તેદું એટલે કે ભૂતકાળમાં થઈ ગયેલા સાવદ્યયોગોથી હું અટકું છું, પાછો ફરું છું.
પ્રશ્ન : વાહ! ભૂતકાળમાં એ પાપ જો થઈ જ ગયું છે. તો એનાથી અટકવાનું રહ્યું જ ક્યાં ? રાત્રે ખાઈ લીધા બાદ “હું રાત્રે ખાવાના પાપથી અટકું છું.” એમ કોઈ બોલે તો કેવું કહેવાય ?
ઉત્તર ઃ ભલે પાપ થઈ ગયું, પણ ભવિષ્યમાં ફરી એ પાપ નહિ કરવાનું. એ રીતે એનાથી અટકવાનું..
પ્રશ્ન : એ તો પચ્ચક્ખાણ કહેવાય, પ્રતિક્રમણ નહિ, પચ્ચકખાણ તો પૂર્વે કરી જ લીધું છે. વળી પ્રતિક્રમણ ભૂતકાલીન પાપોનું જ હોય, તમે તો ભવિષ્યના પાપોનું પ્રતિક્રમણ બતાવો છો. એ ખોટું છે.
સમાધાન : તસ્માત્ત્વ નિવૃત્તિયંત્તવનુમતેવિરમમિતિ
ભૂતકાલીન પાપોથી નિવૃત્તિ = ભૂતકાલીન પાપોની અનુમોદના કોઈપણ પ્રકારે ન કરવી તે.
'ભૂતકાલીન પાપોનું પ્રતિક્રમણ = ભૂતકાલીન પાપોની અનુમોદના કોઈપણ પ્રકારે ન કરવી તે.
આ વાત જરાક વિસ્તારથી સમજીએ.
કોઈ જોરદાર ક્રિકેટ ૨મનારા મુમુક્ષુએ દીક્ષા લીધી હોય, હવે દીક્ષા બાદ પોતાના મિત્રો પાસે કે સહવર્તીઓ પાસે ક્રિકેટની વાત નીકળે એ વખતે બોલે કે “હું તો ખૂબ શોખીન હતો. રોજ ચાર-પાંચ કલાક રમવા જોઈએ જ. મારી બોલીંગથી બધા ધ્રૂજે.. મેં મારી ટીમને અનેક મેચો જીતાડી આપી હતી....'
ક્રિકેટ એ પાપ છે. સાવદ્ય છે... અને જો આ સાધુના શબ્દોમાં પશ્ચાત્તાપને બદલે આનંદ અનુભવાતો હોય તો ભૂતકાળના પાપોની તે અનુમોદના કરી રહ્યો છે... એમ નક્કી થાય.
૧૧૯