________________
*
तस्स भंते ! पडिक्कमामि
એ પાપોનો પડછાયો પણ મારે લેવાનો ન હતો. પણ હું રસ્તો ભૂલ્યો,. ખેર! આજે આ તમામે તમામ પાપોને યાદ કરી કરીને હું માફી માંગું છું. મારે એનો કોઈ જ બચાવ નથી કરવો, મારે તો કોઈપણ ભોગે એ પાપોમાંથી, એના જાલીમ સંસ્કારોના સકંજામાંથી છૂટકારો મેળવવો છે.”
આનુ નામ પ્રતિક્રમણ !
આ પ્રતિક્રમણ જ, મિચ્છા મિ દુક્કડં જ કુસંસ્કારોને નબળા પાડી દે છે, જો કુસંસ્કારો નબળા પડી જાય, તો પછી પાપોને ઉત્પન્ન કરનાર કોઈ ન રહે, તો જ આપણી સાવદ્યયોગત્યાગની પ્રતિજ્ઞા નિર્વિઘ્ને પાળી શકાય.
એટલે જ આ આખી પ્રતિજ્ઞા દર્શાવ્યા બાદ પ્રસ્તુત સૂત્રમાં એ પ્રતિજ્ઞાની સફળતા માટે ‘તસ્સે મંતે ! પહિમામ્' શબ્દ મૂકવામાં આવ્યો છે. એનો અર્થ એ છે કે “મેં ભવિષ્યમાં કોઈપણ પ્રકારના પાપો ન કરવાની પ્રતિજ્ઞા લઈ લીધી છે. પણ મારા જીવનમાં ભૂતકાળમાં જે પાપો થઈ ચૂક્યા છે. એ ભૂતકાલીન પાપોની હું ક્ષમા માંગું છું.”
આ અત્યંત મહત્ત્વનું છે.
જેઓ નવી પ્રતિજ્ઞાઓ લેવામાં ઉલ્લાસ ધરાવે, પણ ભૂતકાળમાં એના સંબંધી જે ગરબડો કરી હોય એનો હિસાબ ચૂકતે ન કરે, એની નવી પ્રતિજ્ઞાઓ ટકવી લગભગ અશક્ય બની રહે છે.
આ જ માટે દરેકે દરેક મુમુક્ષુએ દીક્ષા લેતા પૂર્વે સદ્ગુરુ પાસે ભવાલોચના લઈ લેવી જોઈએ. સદ્ગુરુ પાસે રડતા હૈયે પોતાના સઘળા પાપોનું વર્ણન કરે, એટલે આપોઆપ જ એ વખતે એના ઘણા કુસંસ્કારો નબળા પડવા લાગે, પછી તો ગુરુ પણ એને માર્ગદર્શન આપે અને એ રીતે દીક્ષા લેતા પૂર્વે આ સંસ્કારનાશની મહત્ત્વની પ્રક્રિયા થઈ જાય અને પછી દીક્ષા થાય તો દીક્ષાજીવનમાં જૂના દોષો ફરી ન પ્રગટે, અને જીવન નિર્મળ બની રહે.
પ્રત્યેક મુમુક્ષુએ એ નિર્ણય કરવો કે “હું દીક્ષા પૂર્વે મારા આખા ય ભવના નાનામોટા સઘળા પાપોને યાદ કરી કરીને, વિસ્તારથી લખીશ. કશું નહિ છુપાવું. એ પછી બીજા છ મહિને બીજી વાર આલોચના લઈશ. એ પછી વળી છ મહિને ત્રીજીવાર આલોચના લઈશ. એમાં મારા સદ્ગુરુના માર્ગદર્શન પ્રમાણે કરતો રહીશ. આ રીતે ત્રણવાર આલોચના કરીશ એટલે મને અને મારા ગુરુને પણ ખ્યાલ આવશે કે મારા કુસંસ્કારોમાં ઘટાડો કેટલો થયો ? એ પછી એ મારી પાત્રતાનો નિર્ણય કરી દીક્ષાની રજા આપશે, પછી હું દીક્ષા લઈશ.”
ગુરુએ પણ દીક્ષા માટેની ઉતાવળ કર્યા વિના જ આ રીતે ભવાલોચના કરાવવા
XX