________________
મહાવ્રતો માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. એકવાર, બેવાર, ત્રણવાર આલોચના થાય... એના દોષો ઘટતા ઘટતા દેખાય, એ રીતે દોષો કાબુમાં આવી જાય... પછી દીક્ષા આપવી. (અલબત્ત શાસ્ત્રમાં કંઈ આ રીતે ત્રણ ભવાલોચના વગેરે વાત નથી. પણ એકાદવાર તો સમગ્ર પાપોની આલોચના કરવાની હોય જ છે. ઉ૫૨ જે ત્રણ વાર આલોચના કરવાનું કહ્યું છે, તે વર્તમાનકાળની વિચિત્રતાઓને કા૨ણે વધુ પરીક્ષા કરવા માટે જણાવેલું છે. બાકી તો સુપાત્ર જીવને તરત પણ દીક્ષા અપાય. પણ સુપાત્રતાનું ગણિત ઘણું જ ચોખ્ખુ કરવું જોઈએ. જો ભવાલોચનાદિ પ્રક્રિયા વિના જ દીક્ષા થઈ, તો એ દીક્ષાઓ પાછળથી નિષ્ફળ જવાની શક્યતાઓ આ કાળમાં ઘણી દેખાય છે...)
આ બધી સમજ ન હોવાના કારણે ભવાલોચના કર્યા વિના દીક્ષા લઈ લીધી હોય, તો પણ વાંધો નહિ. દીક્ષા બાદ પણ પોતાના આખાય જીવનના બધા જ પાપોની આલોચના થઈ જ શકે છે. દીક્ષા થઈ ગઈ હોવાથી એ બધી આલોચનાના પ્રાયશ્ચિત્ત આપવા કે નહિ એ ભલે ગીતાર્થો નક્કી કરે, પણ આલોચના કરવી તો આવશ્યક જ છે. અપવાદ માર્ગે યતનાપૂર્વક જે દોષો સેવાયા હોય તેનું પ્રાયશ્ચિત્ત ન આવતું હોવા છતાં પણ એની પણ આલોચના તો ગુરુ પાસે કરવાની હોય જ છે, તો આ તો આખી જીંદગીના, મલિનભાવો સાથેના પાપો છે... એમની આલોચના કર્યા વિના ચાલે જ કેમ ? એટલે દીક્ષા બાદ પણ પ્રત્યેક સંયમીએ સદ્ગુરુ પાસે આખી જીંદગીના સઘળા પાપોની આલોચના લેવી જ રહી.
આમ થશે તો સંયમજીવનમાં અત્યારે જે દોષો સેવાતા હશે,- તે બધા ધીમે ધીમે નબળા પડતા, ઘટતા જતા અનુભવાશે. આત્મિકશુદ્ધિ વધતી અનુભવાશે. એક પ્રકારનો ‘હાશકારો' જીવને ટાઢક પહોંચાડશે...
આમ તક્ષ્ણ મંતે! પવિમામિ શબ્દો કુસંસ્કારનાશ માટે ભૂતકાલીન સઘળા પાપોનો પશ્ચાત્તાપ, આલોચના, મિચ્છા મિ દુક્કડં કરવાનું માર્ગદર્શન આપે છે.
પ્રશ્ન : આ બધી વાત તો બરાબર, પણ અંતે શબ્દ ફરી બોલવાની શી જરુર ? સૂત્રના પ્રારંભમાં જ ભંતે શબ્દ આવી ચૂકેલો જ છે.
ઉત્તર : સામાયિક પ્રતિજ્ઞાની જે ક્રિયા કરી, એ ક્રિયાનું પ્રત્યર્પણ કરવા માટે પુનઃ અંતે શબ્દનો ઉચ્ચાર કરવામાં આવ્યો છે. આશય એ છે કે શિષ્યે કોઈપણ કાર્ય શરુ કરતા પૂર્વે ગુરુને પૂછીને, ગુરુને જણાવીને પ્રેમથી રજા મળ્યા બાદ જ કામ કરવું જોઈએ. અને કાર્ય પૂર્ણ થાય, ત્યારે પણ ગુરુ પાસે આવીને જણાવવું જોઈએ કે “આ રીતે પેલું કાર્ય પૂર્ણ થયું છે.”
વૃત્તિકા૨શ્રીએ ભાષ્યની સાક્ષીને લઈને આ જ વાત કરી છે કે “સર્વયિાવસાને ગુરો: प्रत्यर्पणं कार्यम्”
૪૨ ૧૧૮****