________________
મહાવ્રતો
બદનામ કરવાની પ્રવૃત્તિ પણ થાય પણ એ પછી પણ ક્યારેય આપણે એવું બોલશું ખરા? કે “એ સંયમી તો નિર્દોષ જ હતો, રે! ખરેખર એનો કોઈ દોષ હોય તો પણ એ ઓછો હતો, અલ્પ હતો. હું જે કંઈ બોલતો, એ બધું મારી ઈર્ષ્યાના પાપથી પ્રેરાઈને જ બોલેલો.’
કે એમ બોલશું ? કે “ના,ના. મને તો કોઈ ઈર્ષ્યા નથી. હું સાધુ છું. મારે શું કામ કોઈના વિકાસમાં દુઃખી થવું ? પણ એ માણસ જ એવો વિચિત્ર છે, એને જો બદનામ ન કરવામાં આવે, તો એ કેટલાય ભોળીયાઓને ભોળવી જાય. હું તો એ ભોળીયાઓને બચાવવા માટે જ એના દોષો બોલું છું. મને એ વ્યક્તિ પ્રત્યે કોઈ જ દ્વેષ નથી.”
ગુરુ કે સહવર્તીઓ ક્યારેક આપણને સખત ઠપકો આપે, એ વખતે ખોટું લાગે... ત્યાંથી ઉઠીને ચાલ્યા જઈએ, કે ત્યાં જ સામે જવાબો આપીએ... આ રીતે અહંકારની સામે હાર પામીએ, એ પછી આપણે એમ બોલશું ? કે “કોઈએ મારું અપમાન કર્યુ, અને હું રીસાઈ ગયો, એ મારો જ અહંકાર દોષ છે. એ પૂજ્જોએ તો મને સાચેસાચી વાત કરી દીધેલી. મારે એને પચાવવી જ જોઈએ, પણ હું એને પચાવી ન શક્યો.”
કે પછી એમ બોલશું કે “મને માન-અપમાનનો કોઈ સવાલ જ નથી. એ બધાથી હું નિર્લેપ છું. પણ અન્યાય મારાથી સહન ન થાય. અન્યાયનો વિરોધ તો કરવો જ પડે. અને ગુર્વાદિએ મને જે રીતે ઉતારી પાડ્યો છે, એ ચોખે ચોક્ખો અન્યાય જ છે, એટલે મારે એનો વિરોધ કરવો પડ્યો. બાકી મારે વળી માન.શું અને અપમાન શું ?”
કોઈક મુમુક્ષુને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. પછી લાગ્યું. કે આમાં એ મારા તરફ આકર્ષાયો નથી. મારાથી દૂર જ ભાગે છે. અને બીજા પાસે દીક્ષા લેશે. ત્યારે એમ બોલશું ? કે “મારું પુણ્ય-પુરુષાર્થ ખામીવાળા છે. મારે એને શિષ્ય કરવો હતો. પણ હું નિષ્ફળ ગયો. મારું સંયમ વિશિષ્ટ નથી ને ?” કે એમ બોલશું કે “એ મુમુક્ષુ વિશિષ્ટ પાત્રતાવાળો નથી, અને હું જેવા તેવાને દીક્ષા ન આપું. મેં જ એને ના પાડી કે તું મારો શિષ્ય નહિ બની શકે... બીજે દીક્ષા લે, એટલે એ જતો રહ્યો.
ટૂંકમાં
આપણો દોષ હોવા છતાં એનો સ્વીકાર ન કરવો. અને આપણી ભૂલ છાવરવા માટે સામેના માણસ કે સામેની વસ્તુનો દોષ કાઢવો... એનું નામ “દ્રાક્ષ ખાટી છે.” એટલે સંયમીએ માત્ર માનસિક દોષોની, રાગ-દ્વેષની વિરતિ પામીને સંતોષ ન પામવો, પરંતુ પોતાની તમામ શક્તિ ફોરવીને વાચિકદોષોનો અને કાયિકદોષોનો પણ ત્યાગ કરવો જ, તો જ સાધુતા અખંડિત રહે.
* ૧૧૪ * *
XXX