________________
હું કોઈપણ પ્રત્યે અરુચિ-અસદ્દભાવ કરતો જ નથી. કોઈપણ પદાર્થની મને આસક્તિ નથી...” તેઓએ પણ ચેતવા જેવું છે. આ રાગદ્વેષ-અભાવનો અહંકાર શક્તિનિગૂહન નામના દોષને જોવા દેતો જ નથી. પરિણામે જીવનમાં હજારો પ્રકારના નાના-મોટા શક્તિ નિગૂહનો ઘૂસી જઈને ચારિત્રને ખતમ કરી નાંખે છે.
એ ન ભૂલવું કે પાકિસ્તાની સૈન્ય ભલે ભારત ઉપર આક્રમણ ન કરે, તોય જો આતંકવાદીઓ છૂપી રીતે ભારતમાં ઘૂસી ઠેર ઠેર આતંક ફેલાવે તો પાકિસ્તાન સાથેના યુદ્ધ વિના જ ભારત ત્રાસ-ત્રાસ પામે. એમ ભલે રાગદ્વેષ આત્માને વધુ સતાવતા ન હોવાનો આભાસ થાય, તો ય જો આ આળસ-કંટાળો-સુખશીલતા-ઉદ્વેગ વગેરે છૂપી રીતે જીવનમાં ઘૂસી જશે, તો વગર રાગદ્વેષે પણ ચારિત્રપરિણામના ભાંગીને ભુક્કા થઈ જાય તોય નવાઈ નહિ.
માત્ર મનની જ વાતો કરનારાઓને, મનના રાગદ્વેષ ઘટાડવાની વાતો કરનારાઓને કોણ સમજાવશે કે “ભઈલા! તું ભલે મારી વાત ન માને, પણ ગૌતમસ્વામી વગેરે ગણધરમહારાજાઓની વાતમાં તો તને વિશ્વાસ છે ને? એમણે રચેલા, તમામ તીર્થકરોએ દીક્ષા સમયે ઉચ્ચરેલા કરેમિ ભંતે સૂત્રની સત્યતા ઉપર તો તને વિશ્વાસ છે ને? તો એમાં માત્ર મનના જ પાપો ત્યાગવાનું કહ્યું છે શું? વચન અને કાયાના પાપો ત્યાગવાનું કહ્યું નથી શું? તો શા માટે ખોટો અર્થ પકડીને હાથે કરીને આત્માને ઉન્માર્ગગામી બનાવે છે ?
ભઈલા! વચન-કાયાના પાપો ત્યાગવાનું તારું સામર્થ્ય ન હોય તો એ તારો દોષ છે. તું એનો એકરાર કરી લે ને ? પણ એને માટે જૂઠો પ્રચાર તો ન કર. આ તો તું પેલા શિયાળ જેવું કરે છે. ઘણા કુદકા મારવા છતાં શિયાળને લાગ્યું કે દ્રાક્ષની લુમ મારા હાથમાં નહિ આવે... ત્યારે “હું પહોંચી ન શકયો” એમ પોતાનો દોષ સ્વીકારવાને બદલે “દ્રાક્ષ ખાટી છે” એમ દ્રાક્ષનો દોષ કાઢે છે. વાહ ભાઈ વાહ! મીઠી દ્રાક્ષને પણ તારો દોષ ઢાંકવા ખાટી કહેવી... એ કઈ જાતનો ન્યાય!
આવી જ રીતે તું વચન-કાયાના પાપોનો ત્યાગ કરવા કુદ્યો, પણ તારી કુદ ટૂંકી પડી, તારા દોષોને કારણે તું એ પાપો ત્યાગી ન શક્યો, એ પાપો સેવવા પરવશ બન્યો, તો એ વખતે તું તો એ પાપને જ પાપ કહેવાની ના પાડવા માંડ્યો ? “વચન-કાયાના પાપો એ પાપ જ ન કહેવાય' એમ ઘોષણા કરવા માંડ્યો ? આ તો તે મીઠીદ્રાક્ષને ખાટી કીધી ને? તારે તો એમ બોલવું જોઈએ કે “વચન-કાયાના પાપો પણ પાપ જ છે, મારે એ છોડવા જ જોઈએ. પણ મારી શક્તિ ઓછી પડે છે, માટે હું એ પાપોને ત્યાગી શકતો નથી.”
ટૂંકમાં દ્રાક્ષ મીઠી જ છે. એમ વચન-કાયાના પાપો પણ પાપ જ છે. •
જ
જાજા રા
-
૧૧૨
જે
જે
જે જજે જે જ