________________
---------------------. મહાવતો --------------------
અન્ય ગચ્છના કે અન્યગ્રુપના સાધુઓ કોઈક મુમુક્ષુને ભગાડીને દીક્ષા આપવા માંગતા હોય, હવે એ ગચ્છ કે ગ્રુપ પ્રત્યેની ઈર્ષ્યા કે ક્રોધના લીધે ત્યાં મુમુક્ષુની દીક્ષા થાય એ આપણને ઈષ્ટ ન હોય... અને એટલે આપણે “આ રીતે માતા-પિતાની રજા વિના દિક્ષા આપવી એ ચોરી કહેવાય. સાધુથી આવું ન કરાય. આ પાપ છે” વગેરે કહીને ભાગીને થતી દીક્ષા અટકાવીએ, માતા-પિતાને આશ્વાસન આપીએ... તો એ પ્રવૃત્તિ ચોરી અટકાવવા રૂપ સારી દેખાવા છતાં પણ કષાયભાવથી ભરેલી હોવાથી સાવદ્ય જ છે.
સ્ત્રીઓને પોતાના તરફ વધુ આકર્ષવા માટે જ જો મલિનભાવથી પ્રેરાઈને બ્રહ્મચર્યની નવવાડોનું પાલન કરવું, સ્ત્રીઓ સામે ન જોવું... વગેરે શુભપ્રવૃત્તિ કરવામાં આવે તો એ શુભપ્રવૃત્તિ વિકાર + માયા એ બંને કષાયોથી મલિન હોવાથી સાવદ્ય જ છે.
પોતાના મતના કદાગ્રહના કારણે દિગંબરો કપડા પણ ન પહેરવા રૂપી કઠોરજીવન જીવે છે, પણ આ કઠોરજીવન કદાગ્રહ, અજ્ઞાન વગેરેથી મલિન બનેલું હોવાથી સાવદ્ય જ છે.
આ વાત સંસારમાં પણ જોવા મળે છે.
પક્ષીઓને જાળમાં ફસાવવા માટે દાણાઓ નાંખવાની શિકારીની શુભપ્રવૃત્તિને લોકો સાવદ્ય જ કહે છે ને ?
પાકિસ્તાનને પ૬ કરોડ રૂપિયા ભારતવિભાજન વખતે આપણે આપવાના નક્કી થયા છે. એ મેં વચન આપ્યું છે. તો એ પ૬ કરોડ રૂપિયા આપણે પાકિસ્તાનને આપવાના જ. ભલે તેઓ તેમાંથી શસ્ત્રો ખરીદીને આપણને જ મારવા માટે એનો ઉપયોગ કરે, તો પણ આપણે તો આપણું વચન પાળવું જ” પોતાના સત્યવચન માટેની આવી ટેક દેખાવમાં સારી હોવા છતાં હજારો-લાખો માણસોના મોતનું કારણ બનતી હોવાના કારણે જ ગાંધીજીની આ ટેકને લોકો મૂર્ખતા ભરેલી = પાપરૂપ જ કહે છે ને ?
કુલટા સ્ત્રીઓ પરપુરૂષને આકર્ષવા માટે જ ઘુંઘટથી મોટું ઢાંકવા વગેરે રૂપ સતીસ્ત્રીના આચારોને પાળે છે, ત્યારે લોકો એની આ કહેવાતી સારી પ્રવૃત્તિને પણ પાપ જ કહે છે ને ?
સોનિયાગાંધી વડાપ્રધાન બને અને પછી ભારતના અબજો રૂપિયા વિદેશમાં રહેતા ગરીબ લોકોના ઉદ્ધારમાં વાપરે, તો એ અનુકંપાની પ્રવૃત્તિ ખરેખર તો ભારતરાષ્ટ્ર તરફની ગદારીથી જ ભરેલી હોવાથી લોકો એ શુભપ્રવૃત્તિનો પણ વિરોધ કરવાના જ ને? “ભારતના અબજો રૂપિયા ભારતના ગરીબો માટે કેમ નહિ?' એમ પુછવાના જ ને?
સાર એ આવ્યો કે ઉત્સર્ગઃ શુભભાવો + શુભપ્રવૃત્તિ એ સાવદ્ય નથી જ, નિરવદ્ય છે. એમાં વ્રતભંગ