________________
----------- ----- -- મહાવ્રતો --- ૯-૧૯૯૪ ૪-૦૯-૯૮૯--૪કહેવા ઈચ્છતા ન હોઈએ, એટલે બીજા ત્રીજા સાધુને આંખના ઈશારાથી કે હાથની ચેષ્ટા દ્વારા કહીએ કે “ગુરુને પેલી વાતો પણ કરો ને?”
આ રીતે સાધુને બીજા દ્વારા વધુ ને વધુ ખરાબ ચીતરવાનો પ્રયત્ન એ કાય-કરાવણ.
(૩) કોઈક સાધુ કે શ્રાવક આપણા પ્રતિસ્પર્ધી ગણાતા સાધુના અવગુણો જાહેરમાં બોલતો હોય, બધા હેબતાઈ જાય એ રીતે નિંદા કરતો હોય... એ બધું આપણને ગમી જવાથી એ નિંદકને પ્રોત્સાહન આપવા માટે આંખ કે હાથના ઈશારા દ્વારા પ્રશંસીએ, “ખૂબ સારું બોલ્યો તું...” એવો ભાવ કાયિક ચેષ્ટાથી દર્શાવીએ એટલે એ બને કાયઅનુમોદન.
(૪) કોઈપણ સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકાના દોષો-ભૂલોને ગાઈએ, બધાને કહીએ એ વચન-કરણ !
(૫) ગુરુ પાસે પેલા સાધુની બધી પોલ ખુલ્લી પાડી દેજો. એટલે એને પણ ખબર પડે. ગુરુને તો આ બધી ખબર જ નથી...” આમ કહી બીજાને નિંદા કરવા ઉશ્કેરીએ.. પરસમુદાયના કે સ્વસમુદાયના સાધુ વગેરે પ્રત્યેના દ્વેષ-ઈર્ષ્યાથી પ્રેરાઈને એમની વિરુદ્ધની ખરાબપત્રિકાઓ બહાર પાડવા માટે કોઈને ઉશ્કેરીએ, એમાં સાચા-ખોટા આક્ષેપો કરાવડાવીએ... આ બધું જ વચન-કરાવણ !
(૬) કોઈકના વિરોધની ખરાબ પત્રિકાઓ વાંચીને કે કોઈની પાસે કોઈકના ચિક્કાર દોષો સાંભળીને એ પત્રિકાની પ્રશંસા કરીએ, “શું જોરદાર લખ્યું છે. લખનારો ચાલાક છે...” વગેરે બોલીએ, એ નિંદકની પણ પ્રશંસા કરીએ એ બધું વચનઅનુમોદન.
(૭) “એણે મારી ખૂબ નિંદા કરી, મને ખરાબ ચીતર્યો. હવે મને તક મળે એટલી વાર છે, ગુરુ પાસે અને બીજા બધા પાસે પણ એની એકે-એક ભૂલોને એવી તો ખુલ્લી કરીશ કે એને પણ જીવવું ભારે પડી જાય ... આવા વિચારો એ મન-કરણ.
(૮) મારા ભક્તો ઘણા છે, એકાદ પાસે ખાનગીમાં પેલા સાધુની વિરુદ્ધની પત્રિકા તૈયાર કરાવી દઉં, અને એને જ કહ્યું કે ચારે બાજુ એ પત્રિકાઓનો પ્રચાર કરે... આવા આવા વિચારો એ મન-કરાવણ !
(૯) “પેલો સાધુ પાપ કરતા પકડાઈ ગયો, એના ભક્તો જ એની સામે પડ્યા. એના શિષ્યોએ જ એના પાપો જાહેર કરી દીધા. આ ખૂબ સારું થયું. આપણે કશું કરવું ન પડ્યું..
“ગુરુ આજે પેલા સાધુ ઉપર ખૂબ ગુસ્સે થયા, ખાનગીમાં મારી સામે પણ ગુરુએ એના તરફની અરૂચિ પ્રગટ કરી... ચાલો, સારું થયું...” ------ ---- -- ૧૦૪ -----------------