________________
----------------- તિવિર્દ તિવિષે મા વાયા ----------
કોણ જાણે, રોજે રોજ આટલા બધા ઘા ખાઈને આ ચારિત્રપરિણામ મરી તો નહિ ગયો હોય ને ?...
* કોણ જાણે, આ આપણા ઘોર પ્રમાદો-નિષ્ફરતાઓ-બેદરકારીઓ-સ્વચ્છંદતાઓસુખશીલતાઓ-વિષયલંપટતાઓ-અહંકારચકચૂરતાઓ... આપણને સાધુપણું લીધા બાદ પણ અનંતસંસારમાં ભટકાવશે તો નહિ ને ?..
કોણ જાણે આ બધું જાણ્યા પછી પણ આપણી આંખ ઉઘડશે ખરી ? આપણું હૈયું પશ્ચાત્તાપથી રડશે ખરું? આપણી ઊંઘ હરામ થશે ખરી ? આપણને ગોચરી વાપરવામાં ય ત્રાસ થશે ખરો ? આપણું હાસ્ય સૂકાઈ જશે ખરું?
ઘણું ઘણું ઘણું આત્મનિરીક્ષણ કરવાની જરુર છે, આપણે બધાએ ! વિદ્વાનો એમ ન માને કે “અમે સાચા સાધુ છીએ...' તપસ્વીઓ એમ ન માને કે “અમે તરી ગયા...” પ્રભાવકો એમ ન માને કે “અમે તો જિનના બાંધશું...” વૈયાવચ્ચીઓ એમ ન માને કે “અમે તો હવે અલ્પસંસારી...” કેમ કે આ બધી માન્યતાઓ મોટી ભ્રમણા સાબિત થાય તો નવાઈ નહિ.
સાધુત્વ કેટલું બધું દુર્લભ અને દુષ્કર છે, એ જાણવું હોય તો વાંચો ઉત્તરાધ્યયન સૂત્રના એ શબ્દો !
લોઢાના ચણા ચાવવા જેવું દુષ્કર આ સંયમ! મેરુ પર્વતને ત્રાજવામાં તોલવા જેવું દુષ્કર આ સંયમ! સેંકડો છિદ્રોવાળા કોથળાને વાયુથી ભરી દેવા જેવું દુષ્કર આ સંયમ! તલવારની ધાર ઉપર ચાલવા જેવું દુષ્કર આ સંયમ! રેતીના કોળીયાની જેમ સાવ સ્વાદ વિનાનું લાગતું, એટલે જ દુષ્કર આ સંયમ!
હા! આટલું બધું દુષ્કર હોવા છતાં પણ વૈરાગી મૃગાપુત્રે કેટલો બધો સુંદર જવાબ વાળ્યો છે ! એ આપણને બધાને અસર કરનાર છે. ફુદનોને નિuિવાન્સ નOિ વિદ્ય વિ કુંવર જે સંયમીને આલોકના કોઈપણ પદાર્થોની આશંસા નથી, આ લોકના સુખો મેળવવાની કે આલોકના દુઃખોથી ભાગવાની વૃત્તિ નથી, એને માટે આ બધું બિલકુલ દુષ્કર નથી.
જેને જીભની લંપટતા હોય, એના સુખો જોઈતા હોય એને માટે આધાકર્મી વગેરેનો ત્યાગ દુષ્કર ! પણ વૈરાગી અને શરીરની મમતા વિનાના એટલે જ દીર્ઘકાળ ગોચરીચર્યા કરવા માટે તત્પર એવા સાધુને માટે કશું જ દુષ્કર નથી... એમ દરેક બાબતમાં વિચારી લેવું.
ફરી યાદ રાખવું કે સાધુજીવનના આચારો તો અઘરા છે જ, પણ એના કરતાં પણ & & & && & & ૧૦) જે જ જ જ - - -