________________
-------------------- મહાવ્રતો -૨૯--------------------- એક લાખ ગણું અઘરું સાધુજીવનનું પરિણતિસભર જીવન છે, એ વાત આપણે પહેલા જોઈ જ ગયા છીએ.
પ્રશ્ન : તમે સાવઘયોગોની નવકોટિ દર્શાવો છો, પણ મને તો એમ લાગે છે કે એમાંથી કાયાની ત્રણ કોટિ અને વચનની ત્રણ કોટિ એ ખરેખર સાવદ્યયોગ ન ગણાય. એનું કારણ એ કે જો એમાં મનના ખરાબ વિચારો ભળે તો જ એ સાવદ્ય કહેવાય, જો એમાં મનના ખરાબ વિચારો ન ભળે તો એ માત્ર કાયિકપાપ, વાચિકપાપ શી રીતે સાવદ્ય કહેવાય ?
એટલે પાપ કરવાનો માનસિક વિચાર પાપ કરાવવાનો માનસિક વિચાર પાપ અનુમોદવાનો માનસિક વિચાર
આ ત્રણ જ સાવદ્ય છે. માત્ર વાચિક-કાયિક વ્યાપારો સાવદ્ય કહેવાતા જ નથી. માટે જ સાધુ કારણસર દોષિત ગોચરી વાપરે, તો માત્ર કાયિકવ્યાપારથી જ સાવદ્ય છે. એટલે જ ખરેખર તો એને કોઈપણ સાવદ્ય તરીકે ગણતા નથી. | (એ ખ્યાલ રાખવો કે પહેલા પણ એક પ્રશ્ન આ થયેલો કે “સાવદ્યયોગ ત્રણ પ્રકારનો જ માનવો.” અને અહીં પણ એ જ પ્રશ્ન છે. છતાં એમાં ભેદ એ છે કે પૂર્વે મનથી અનુમોદન, વચનથી કરાવણ અને કાયાથી કરણ... એમ ત્રણ સાવદ્ય માનવાની વાત હતી. જ્યારે અહીં તો મનથી જ કરણ, કરાવણ અને અનુમોદન માનવાની વાત છે.)
ઉત્તર : અપેક્ષાએ તમારી વાત ખોટી નથી. મન એટલે કે રાગ-દ્વેષ જે વચનમાં અને જે કાયામાં ભળે તે જ વચન-કાયા પાપરૂપ બને છે. જેમાં રાગ-દ્વેષ ભળતા નથી, તે વચન-કાયા પાપરૂપ ન બને. આમ આ રીતે જો વિચારીએ તો માત્ર મનના ત્રણ ભેદો રૂપ સાવદ્યોનો જ ત્યાગ કરવાનો રહે. મનયોગ વિનાના વચનાદિ યોગ તો સાવદ્ય જ ન બનતા હોવાથી એનું પચ્ચકખાણ કરવાની જરૂર નથી.
પણ છતાં ગણધર મહારાજાઓએ નવકોટિના પચ્ચખાણ બતાવેલા જ છે, એ પણ નક્કર સત્ય છે. તેઓના વચનો કદી ખોટા ન હોય એટલે જ એમના આ વચનો પાછળનું રહસ્ય શોધવું જોઈએ. શા માટે એમણે નવકોટિના પચ્ચખાણ બતાવ્યા? એ તપાસવું જોઈએ.
એ તપાસ નીચે મુજબ થઈ શકે.
(ક) છઠ્ઠા સંઘયણવાળો જીવ ગમે એટલા માનસિક વિચારો ખરાબમાં ખરાબ કરે, તો પણ એ બીજી નારક કરતા નીચે ન જ જાય, એવું શા માટે ? એમ એ જ જીવ ગમે એટલા સારામાં સારા વિચારો કરે તો પણ એ ૩-૪ દેવલોકથી ઉપર ન જ જાય, એમ શા માટે ?
ક
કકકકકકક -
૧૦૮ ૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪૯