________________
જલજલ
- જીજાજ
કર મહાવતો
જ
હ -
૯૯
- - - - - - -
રખાવવો... નવા બનતા ઉપાશ્રયોમાં દક્ષિણ-પશ્ચિમના પવનની સંપૂર્ણ અનુકૂળતા મળે એ માટેનો પ્લાન બતાવી – બનાવી આપવો... નિગોદાદિમાં ચાલવું. ઘાસાદિમાં ઠલ્લે - માનું પરઠવવું – ફળોના રસ વાપરવા...ઉપાશ્રયમાં કચરા-પોતાદિ કરાવવા, ગાડીમાં માલ-સામાનની હેરફેર...
ગુરુથી છાનું-છાનું રાખવું, આલોચના ન કરવી, પોતાના અપરાધો-ભૂલો ગુરુ પાસે કબુલવાને બદલે બીજા ઉપર ઢોળવા, સ્વપ્રશંસા-પરનિંદા કરવી, શાસ્ત્રાભ્યાસાદિ વિના જ મન ફાવે એમ પ્રરૂપણા કરવી, ઠઠ્ઠા-મશ્કરી-હસાહસી, એકબીજા વચ્ચે વેરભાવ ઉત્પન્ન થાય એ રીતે બંનેને જુદી જુદી વાતો કરવી..
કોઈકના શિષ્યને આડુ-અવળું સમજાવીને પડાવી લેવો, ગુર્નાદિને પૂછ્યા વિના જ અનેક પ્રકારની વસ્તુઓ રાખી લેવી, સહવર્તીઓની રજા વિના એમના ઉપકરણાદિ લેવા, શ્રીસંઘની સંમતિ વિના જ નવા નવા અનુષ્ઠાનોની જાહેરાત કરવી – જાત જાતના ફંડફાળા કરવા...
સ્ત્રીઓ કે સાધ્વીજીઓ સામે જોવું, એકલા બેનો સાથે વાતો કરવી, દિવસ દરમ્યાન પણ ભાઈઓ વિના કે સૂર્યાસ્ત બાદ ભાઈઓ સાથે ઉપાશ્રયમાં બેનોને આવવા દેવા, એકલી સ્ત્રીઓને ધર્મોપદેશ આપવો, પુષ્કળ વિગઈઓ, માલમલીદાઓ ખાવા... હાથ-પગ વગેરે આખા શરીરનું માલિશ કરાવવું, વિશિષ્ટ ગીતાર્થતા અને સંવિગ્નતા વિના આલોચનાઓ વાંચવી, આકર્ષક વસ્ત્રો પહેરવા, વારંવાર કાપ કાઢવો... સુંવાળા અને પાતળા વસ્ત્રો-આસનો-કામળી વગેરે વાપરવા...
નાની પોટલી/પોટલા/કબાટો/ફૂલેટોની માલિકી કરવી, પોતાની સત્તા ચાલે એવું ટ્રસ્ટ સ્થાપવું, શ્રાવકોને ઉંધુ-ચત્ત ભરમાવી બીજા સારા સાધુઓ પાસે પણ ન જવા દેવા, શિષ્યો, ભક્તો, ભોજન, ધન વગેરેના લોભથી શહેરોમાં જ રહેવું - ગામડાઓમાં બિલકુલ ન જવું - સ્થિરવાસ કરી દેવો. વધારે નોટો, વધારે બોલપેનો, વધારે કામળીઓ, વધારે સંથારાઓ, વધારે દવાઓ રાખવી અને એના પોટલાઓ સંઘરી રાખવા...
કેટલું લખવું...
૨૦૦ ફૂલસ્કેપ કાગળો પણ ઘટી જાય અને રિફીલોની રિફિલો ખલાસ થઈ જાય, એટલા બધા સાવદ્યયોગો છે... એ બધાયને નવકોટિથી ત્યાગવાના છે. ખરેખર જો આ બાબત શાંતચિત્તે વિચારવામાં આવે, તો આપણને ચોક્કસ લાગે કે આ સર્વવિરતિ ખરેખર અતિ અતિ અતિ દુષ્કર છે.
કોણ જાણે, રોજે રોજ આ ચારિત્રપરિણામને આપણે કેટલા બધા અતિચારો લગાડતા હોઈશું...