________________
નીલ----- ----- તિવિર્દ તિવિષેvi માં વાયા વાપvi -નીલ----------
બધા જાણે છે કે “પહેલું સંઘયણ હોય તો જ મનોયોગ અતિ ખરાબ-અતિ સારો બની શકે છે, એ વિના નહિ.” એટલે કે કાયામાં રહેલું બળ એ મનોયોગને તીવ્ર-મંદ બનાવનારું અત્યંત અગત્યનું તત્ત્વ છે. એટલે જ મનોયોગની માફક જ એ કાયબળનું મહત્ત્વ પણ ઓછું તો નથી જ. માટે જ એ કાયા સંબંધી યોગોને પણ સાવદ્ય તરીકે ગણાવ્યા હોય.
(ખ) સામાન્યથી એવો નિયમ છે કે જીવના વાચિક-કાયિક યોગો એના મનોયોગનું પ્રતિબિંબ ઝીલતા હોય છે. અર્થાત્ જીવના મનોયોગને આપણે ન જાણી શકીએ, ન જોઈ શકીએ, પણ જીવના વચનયોગને અને કાયયોગને તો જાણી શકીએ, અને એના ઉપરથી એ પણ ચોખો ખ્યાલ આવે કે “આનો મનોયોગ કેવો હશે?” દા.ત.ગાળો બોલનારાનો અને લાફાઓ મારનારાનો મનોયોગ ક્રોધકષાયથી ગ્રસ્ત હશે, સ્વાદિષ્ટ વસ્તુઓ દાબીદાબીને ખાનારા, વારંવાર બેશરમ બનીને માંગનારાનો મનોયોગ આહારસંજ્ઞાથી ગ્રસ્ત હશે, સ્ત્રીઓ સાથે ખૂબ-ખૂબ વાતો કરનારા અને એને જ વારંવાર જોનારાનો મનોયોગ મૈથુનસંજ્ઞાથી ગ્રસ્ત હશે... વગેરે.
એટલે વચન-કાયામાં મનોયોગનું પ્રતિબિંબ દેખાય છે, એ સ્પષ્ટ છે. એટલે જો મનોયોગ સાવદ્ય હોય, તો એના પ્રતિબિંબવાળા વચન-કાયયોગ પણ સાવદ્ય જ દેખાવાના ને ? જો કપડા લાલ હશે, તો કપડાનું પ્રતિબિંબ ઝીલનારા દર્પણમાં કપડાનો લાલરંગ દેખાવાનો જ ને? એટલે જેમ ત્યારે દર્પણ લાલ કહેવાય, એમ વચન-કાયયોગ પણ જ્યારે અશુભમનોયોગના પ્રતિબિંબવાળા હોય ત્યારે એ અશુભ તરીકે કહી શકાય છે.
' (ગ) વચન-કાયયોગ એ મનોયોગને વધારવાનું કામ કરે છે. દા.ત. ભગવાનની ભક્તિનો ભાવ જાગ્યો. એ શુભમનોયોગ છે. હવે જો એ પ્રમાણે સ્તુતિ-સ્તવનો વગેરે ન બોલો, અષ્ટપ્રકારી પૂજા કરવા માટે ન જાઓ, તો એ મનોયોગ કુંઠાઈ જાય. પણ જો સ્તુતિસ્તવનોનો આશરો લેવામાં આવે, અષ્ટપ્રકારી પૂજાદિ કરવામાં આવે તો ભક્તિભાવ ખૂબ ખૂબ વધી જાય.
એમ વિકારભાવ રૂપી અશુભ મનોયોગ ઉત્પન્ન થાય, તે વખતે જો સ્ત્રીપરિચય, મલિનચિત્ર દર્શન, ઉત્તેજક ગીતો વગેરે વગેરેનો આશ્રય લેવામાં ન આવે, તો એ અશુભમનોયોગ અટકી પડે. પણ જો સ્ત્રીપરિચય, એકાંત વગેરે અશુભ કાયયોગાદિનું સેવન કરી બેસો, તો એ અશુભ મનોયોગ ભડકે બળે.
આમ બહુલતાએ એવું અનુભવાય છે કે એકલો મનોયોગ લગભગ નબળો પડી જાય, વચન-કાય યોગ એને ભયંકર બળ પૂરું પાડતા હોય છે.
તો સાવદ્યને મહામહાસાવદ્ય બનાવનાર વચન-કાયયોગ શું સાવદ્ય ન કહી શકાય ? જલદ -૪ -૦૯ ૦ - ૧૦૯ - - - - - - - - - - -