________________
-------------- તિવિર્દ વિહેvi માં વાયા | -------------
(૫) વચનકરાવણ : વિહારધામના માણસોને કે સંઘોમાં ગૃહસ્થોને સાધુ કહે કે “દૂધ ગરમ કરી આપજો . અમુક અમુક વસ્તુ બનાવજો..” તો એ વચનથી આધાકર્મી કરાવેલું ગણાય.
(૬) વચન-અનુમોદન : વિહારધામનો માણસ કે સંઘમાં ગૃહસ્થો “અમુક અમુક વસ્તુ બનાવીએ છીએ” એમ બોલે અને એ વખતે સાધુ કહે કે “સારું, બનાવો.” તો એ વચનથી આધાકર્મીની અનુમોદના કરેલી કહેવાય. એમ આધાકર્મી વસ્તુ બની ગઈ હોય અને કોઈ એના માટે વિનંતિ કરે કે “સાહેબ ! લાભ આપો” ત્યારે આધાકર્મી હોવાનો ખ્યાલ હોવા છતાં પણ સાધુ બોલે કે “સારું, આવીશ...” તો એ વચનથી આધાકર્મીની અનુમોદના કરેલી કહેવાય. | (૭) મનકરણ : મનમાં વિચારે કે “લાવ, કોઈ હાજર નથી, તો હું જ દૂધ ગરમ કરી લઉં” તો આવો વિચાર એ જ મનથી આધાકર્મી કર્યું કહેવાય.
(૮) મનકરાવણ ? મનમાં વિચારે કે “પેલો માણસ આવે, એટલે એને દૂધ ગરમ કરવાનું કહી દઈશ. બપોર અને સાંજ માટે અમુક અમુક વસ્તુ બનાવવાનું કહી દઈશ.” તો આ મનથી કરાવેલું કહેવાય.
(૯) મન-અનુમોદન : મનમાં વિચારે કે “પેલો રસોઈયો જલ્દી દૂધ ગરમ કરી દે તો સારું. એ દૂધમાં એલચી વગેરે નાંખે તો સારું...” આ બધો વિચાર એ મનથી આધાકર્મીની અનુમોદના કરેલી ગણાય.
કોઈકને કદાચ એમ પણ વિચાર આવે કે “આ છેલ્લા ત્રણેય વિચારોને આધાકર્મીની અનુમોદના જ ગણી લો ને? ત્રણ વિચારોને જુદા જુદા માનવાની જરુર શી છે ?
એનો ઉત્તર એ છે કે આ ત્રણેય વિચારો એક સરખા માની જ ન શકાય. કેમ કે એનાથી મળનારા ફળોમાં આભ-ગાભનું અંતર પડી શકે છે તે આ પ્રમાણે : જે અંતિનિષ્ફર બને, એ જ વિચારી શકે કે “હું દૂધ જાતે ગરમ કરું.” એટલે આવો વિચાર કરનારાને ઘણું પાપ બંધાય.
જે આવો નિષ્ફર ન હોય તે આવો વિચાર તો કરી જ ન શકે. પણ એ થોડોક ઓછો પણ નિષ્ફર-પ્રમાદી તો છે જ, તો એ બીજો વિચાર કરી શકે “હું રસોઈયાને દૂધ ગરમ કરવાનું કહ્યું...”
અને જેને આવી નિષ્ફરતા પણ ન હોય, તે તો આવો વિચાર પણ ન કરી શકે, એ પોતાના પ્રમાદને વશ થઈને ત્રીજો વિચાર કરી શકે કે “આ દૂધ ગરમ કરી દે, તો સારું.”
એટલે ત્રણેય વિચારોમાં કર્મબંધ થવામાં ખાસ્સો ફરક પડે છે. માટે જ ત્રણેય જાજ લાલ લાલ - - - ૧૦૧ - - - - - - - - - - - - - - - - - - -