________________
**
*
** મહાવતો
જ
9
2
માથું હલાવીએ કે આંખો ફેરવીએ એમાં સામેવાળાને કશી ખબર ન પડે કે “આ મને અમુક વસ્તુઓ બનાવવાનું કહે છે...” એમ મનમાં જ વિચારીએ કે “તું આધાકર્મી બનાવ.” તો પેલો આધાકર્મી થોડો જ બનાવી દેવાનો છે? એને તો આપણા મનના વિચારોની કશી ગતાગમ ન પડે.
એમ કોઈના સાવદ્યયોગની અનુમોદના મનથી જ થઈ શકે. મનમાં વિચારીએ કે “આણે આધાકર્મી બનાવ્યું, એ ખૂબ સારું કર્યું.” તો એ જ એની અનુમોદના! પણ આ અનુમોદના કાયાથી શી રીતે થાય ? વાણીથી શી રીતે થાય? અનુમોદના તો માનસિક જ હોય.
એટલે આ બાધા નકોટિની ન બને, પણ ત્રણ કોટિની બને. “કાયાથી પાપ કરવું નહિ, વચનથી પાપ કરાવવું નહિ, મનથી પાપ અનુમોદવું નહિ.” - તમે જે નવકોટિની બાધા દર્શાવો છો, એ અમને સમજાતું નથી.
ઉત્તર : સાધુઓ નવકોટિના પચ્ચકખાણ કરે છે અને શ્રાવકો છ કોટિના પચ્ચકખાણ કરે છે... એ તો પ્રસિદ્ધ જ છે. તમને શંકા એ છે કે એ શી રીતે સંભવે ? તો એ માટે નીચેનું લખાણ ધ્યાનથી વિચારો. અહીં અનેક સાવદ્યયોગોમાં નવકોટિના પચ્ચક્ખાણો દષ્ટાંત રૂપે દર્શાવવામાં આવશે, જેથી સંયમીને ખ્યાલ આવે કે “મારી પ્રતિજ્ઞા શું છે?”
(ક) આધાકર્મી : સાધુના નિમિત્તે જ જે રસોઈ બને તે આધાકર્મી. એમાં જીવહિંસાદિ ઘણા દોષો લાગતા હોવાથી સાધુ માટે એ ઘણું ભયંકર પાપ છે. એનું પ્રાયશ્ચિત્ત પણ મોટું છે.
(૧) કાયા-કરણ : કોઈ સાધુ રસોડામાં જઈ જાતે જ ગેસ ચાલુ કરી દૂધ ગરમ કરે, પછી વાપરે તો સાધુએ કાયાથી આધાકર્મી કર્યું કહેવાય.
(૨) કાયા-કરાવણ : સાધુ હાથના - આંખના ઈશારાઓ કરવા દ્વારા રસોઈયાને સમજાવે કે “તું ગેસ ઉપર દૂધ ગરમ કર.” તો આ કાયા વડે આધાકર્મી કરાવેલું ગણાય. (રસોઈયો દૂધ ગરમ કરે કે ન કરે, એ મુખ્ય નથી. પણ સાધુએ હાથના-આંખના ઈશારાઓ દ્વારા દૂધ ગરમ કરાવવાનું સૂચન કરી દીધું એટલે એને તો વ્રતભંગ થાય જ...)
(૩) કાયા-અનુમોદન : રસોઈયો સામેથી આવીને કહે કે “તમે પાંચ ઠાણા છો ને ? નવકારશી કરશો ને? તો દૂધ ગરમ કરવા મૂકી દઉં છું. અને પૌઆ બનાવી દઉં છું. બપોરે રોટલી, શાક...” એ વખતે સાધુ ના ન પડે, મોટું “હા” માં હલાવે, આંખ મીંચકારીને સંમતિ દર્શાવે... આ બધું જ આધાકર્મીનું કાયાથી અનુમોદન ગણાય.
(૪) વચનકરણ : સાધુ બોલે કે “કોઈ રસોઈયો હાજર નથી. લાવ, હું જ દૂધ ગરમ કરી દઉં.” તો આ વચનથી આધાકર્મી કરેલું કહેવાય. - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ૧૦૦ - - - - - - - - - - - - - - - - - - - -