________________
* सव्वं सावज्जं जोगं पच्चक्खामि
વિદ્યાર્થીઓના હિત માટે એમને શિક્ષા કરતા, કડકાઈ કરતા શિક્ષકો માટે ‘બાળકોને મારવા, શિક્ષા કરવી એ ખોટું છે' એવું કોણ કહે છે ?
દર્દીને બચાવી લેવાના એકમાત્ર સારા ભાવથી કોઈ ડોક્ટર ઓપરેશન કરે છે, બધી મહેનત કરે છે. પણ દર્દી મરી જાય છે. તો ‘ડોક્ટરે દર્દીને મારી નાંખ્યો’ એવું કોણ કહે છે ?
હા! બાળકનો મિત્ર જ ક્યારેક ઝઘડો થવાથી ગુસ્સામાં આવી એ બાળકને ધક્કો મારીને પાડી દે, ત્રાસવાદીઓ જ ચાર પાંચ માણસોને ઠાર કરી દે, બાળકો ફી ન ભરી શકે એટલે ગુસ્સે ભરાઈને શિક્ષકો બાળકોને મારે કે કાઢી મૂકે, લુંટારાઓ ચપ્પુ દ્વારા દર્દીનું પેટ ફાડી નાંખે... તો એ બધામાં લોકો બોલશે કે ‘આ ખરાબ થયું, પાપ થયું.' બાહ્યયોગ દેખાવા છતાં જ્યાં ફોઈ કષાયભાવ=મલિનભાવ ભળતો નથી, ત્યાં એ યોગ સાવઘ=પાપ નથી કહેવાતો.
એટલે આ વાત બહુ સ્પષ્ટ સમજી રાખવી કે સાધું જો ખરેખર ચોક્ખો, સાચો અપવાદ સેવે, તો એ અપવાદ સાવદ્ય છે જ નહિ, પાપ છે જ નહિ, કષાયભાવથી મલિન છે જ નહિ, અને એટલે સાધુ એ અપવાદ સેવે, તો પણ એણે સાવઘયોગનું સેવન કરેલું ન જ કહેવાય. અને એટલે જ એને પ્રતિજ્ઞાભંગનો કોઈ જ દોષ લાગતો નથી. જેમ ઉત્સર્ગમાર્ગ એ જિનાજ્ઞા છે, શાસ્ત્રમાન્ય છે, આદરણીય છે. એમ અપવાદમાર્ગ એ જિનાજ્ઞા છે, શાસ્ત્રમાન્ય છે, આદરણીય છે.
રે ! જો વધુ ઉંડાણમાં ઉતરીએ તો બાહ્ય શુભપ્રવૃત્તિ પણ જો કષાય ભાવથી મલિન બનેલી હોય તો એ સાવઘયોગ બની જાય છે. એટલે જ એવી શુભપ્રવૃત્તિ આચરનાર જ આજ્ઞાભંજક બની રહે છે.
... “હું કેટલો મહાસંયમી છું એ આ બધા સાધુઓને દેખાડી દઉં” આવી મેલી ભાવનાથી પ્રેરાઈને કોઈ સાધુ આધાકર્મી ન વાપરે, નિર્દોષ ગોચરી માટે કલાક-દોઢ કલાક ફરે, દૂર દૂર જાય તો એની આ શુભપ્રવૃત્તિ યશકીર્તિની લાલસા રૂપી લોભકષાયથી, સાધુઓને ઠગવાના ભાવરૂપી માયાકષાયથી, પોતાની મહાનતા દેખાડવાની ભાવના રૂપ માનકષાયથી મલિન છે, માટે સાવદ્ય છે. માટે સાધુને પ્રતિજ્ઞાનો ભંગ કર્યાનો દોષ ચોક્કસ લાગે.
“આ બધા ભૂંડો ગંદકી ખૂબ કરે છે. રાત્રે ચીસો પાડીને ઉંઘ બગાડે છે. મને બચકું પણ ભરી દીધું. આ બધા ન હોય તો શાંતિ !” આ રીતે ભૂંડો પ્રત્યેના તિરસ્કારને લીધે કોઈક માણસ ભૂંડો પકડવા આવેલા શિકારીઓને ભૂંડોનું સ્થાન બતાવી દેવા રૂપી સત્યવચન બોલે, તો એ સત્યવચન પણ ક્રોધકષાયથી ભળેલું હોવાથી સાવદ્ય જ છે.
૯૩
*