________________
७. जावज्जीवाए
આ પ્રતિજ્ઞા કેટલા કાળ માટે છે? એ કાળમર્યાદા દર્શાવવા માટે આ નાજ્ઞીવાણ શબ્દ છે. શ્રાવકો નવનિયમ શબ્દ બોલે છે. “જ્યાં સુધી મારે આ નિયમ હોય, ત્યાં સુધી...” અર્થાત્ તેઓ ૪૮ મિનિટ માટે આ પ્રતિજ્ઞા લેતા હોય છે. પણ આપણી પ્રતિજ્ઞા ૪૮ મિનિટ માટેની નથી. આપણી પ્રતિજ્ઞા જ્યાં સુધી આ ભવ ટકે ત્યાં સુધીની છે. આ મનુષ્પાયુષ્યનો ઉદય જ્યાં સુધી રહે ત્યાં સુધી આ ભીષ્મપ્રતિજ્ઞા આપણે પાળવાની છે.
પ્રશ્ન : આપણે આખી જીંદગી માટે આ પ્રતિજ્ઞા લઈએ છીએ, એનો અર્થ એ કે આ જીંદગી પૂરી થયા બાદ આપણે સાવદ્યયોગોને ત્યાગવા માંગતા નથી. અર્થાત્ મર્યા પછી બધા પાપો કરવાની આપણે છૂટ રાખીએ છીએ. આ તો ખરાબ જ કહેવાય ને ?
જેમ કોઈ શ્રાવકને ઉપદેશ આપીએ કે “તું ચોવિહાર કરવાની બાધા કર.” અને એ કહે કે “મહીનામાં જે ચારપાંચ રવિવાર આવે, એમાં હું રાત્રે ખાવાની છૂટ રાખું છું- બાકીના ૨૫ દિવસ બંધ તો એનો અર્થ સ્પષ્ટ જ છે કે એ પાંચ રવિવારના દિવસોના રાત્રિભોજનની એના મનમાં અનુમોદના પડી છે. એની વિરતિનો પરિણામ આ શ્રાવક પાસે નથી. એટલે એનો આ પરિણામ દેશવિરતિ જ ગણાય. રાત્રિભોજનની સંપૂર્ણવિરતિ ન ગણાય. કેમકે પાંચ દિવસની બાધા લીધી નથી.
તો આપણે પણ સર્વવિરતિધર ન જ ગણાઈએ ને? તમામે તમામ પાપોની તમામે તમામ ક્ષેત્રોમાં, તમામે તમામ કાળે વિરતિ એનું નામ જ સર્વવિરતિ ! આપણે તો પેલા શ્રાવકે જેમ માત્ર ૨૫ દિવસની બાધા લીધી, પાંચ દીવસની ન લીધી. એમ માત્ર આજીવન પૂરતી જ બાધા લીધી, એ પછીના કાળની તો ન જ લીધી ને ? તો આપણે પણ દેશવિરતિધર જ ગણાઈએ ને ? એ શ્રાવકને જેમ “પાંચ દિવસોમાં રાત્રિભોજન કરવાની ઈચ્છા છે” એવું સ્પષ્ટ સમજાય છે, તેમ આપણને પણ “જીંદગી પૂરી થયા બાદ પાપો કરવાની ઈચ્છા છે” એવું જ આ નવિષ્નવાશબ્દના આધારે માનવાનું મન થાય છે.
ખરેખર તો આપણી પ્રતિજ્ઞા નાવમુત્તીણ હોવી જોઈએ. જ્યાં સુધી મોક્ષ ન થાય, ત્યાં સુધી હું તમામ પાપોનો ત્યાગ કરું છું. રે ! ખરેખર તો આ પણ ન ચાલે, કેમ કે મોક્ષમાં ગયા પછી પણ આપણે પાપ તો કરવા જ નથી. આપણે તો કાયમ માટે, સર્વકાળ --- -- -
-- - ૯૬ -- ----- -------