________________
મહાવ્રતો આધાકર્મીની શાસ્ત્રોએ અપવાદમાર્ગરૂપે છૂટ આપી છે ને ? એટલે કે આવું આધાકર્મી શાસ્ત્રથી નિષિદ્ધ જ નથી, ત્યાં તો શાસ્ત્રોની સંમતિ છે. એટલે જ એ આદરવામાં શાસ્ત્રાજ્ઞાનો ભંગ ગણાય જ શી રીતે ? સાધુએ તો સાવઘયોગના ત્યાગની પ્રતિજ્ઞા લીધી છે, આ તો સાવદ્ય જ નથી, તો એને આદરે તો પણ એમાં પ્રતિજ્ઞાનો ભંગ થતો જ નથી.
એમ ગુરુથી પોતાનું પાપ છુપાવવા માટે કોઈ સાધું જૂઠું બોલે તો એ મૃષાવાદનો યોગ માયા નામના કષાયથી ખરડાયેલો છે, એટલે જ એ સાવદ્ય છે. એટલે જ એ યોગથી પ્રતિજ્ઞાભંગનો દોષ લાગે. પરંતુ હરણિયાઓને બચાવવા માટે શિકારીઓ સામે મૃષા બોલે તો એ મૃષાભાષામાં કોઈ ક્રોધાદિકષાયો જોડાયેલા નથી. એટલે જ એ યોગ સાવદ્ય નથી. એટલે જ એમાં પ્રતિજ્ઞાનો ભંગ ન થાય.
શિષ્યો ક૨વાની લાલસાથી શાસ્ત્રાજ્ઞા ઉલ્લંઘીને માતા-પિતાની ૨જા વિના જો સાધુ કોઈ મુમુક્ષુને દીક્ષા આપે તો એમાં લોભકષાય ભળેલો છે, માટે તે સાવદ્ય ગણાય. પણ “તે મુમુક્ષુના આત્માનું હિત થાઓ, શાસનની પરંપરા અવિચ્છિન્ન ચાલો...” આવા શુભ આશયથી બધી યતના સાચવવા પૂર્વક મુમુક્ષુને ભગાડીને દીક્ષા આપે તો એમાં કષાય ભળેલો ન હોવાથી એ સાવદ્ય જ નથી.
મનની મલિનવૃત્તિઓને પોષવા માટે સાધુ સ્ત્રી વગેરે સાથે વાતો કરે તો એ સાધુનો યોગ લોભકષાયવાળો છે, આસક્તિભાવથી મલિન છે... માટે એ સાવઘ! જ્યારે ગીતાર્થ-સંવિગ્ન આચાર્ય તમામે તમામ મર્યાદાઓ જાળવવાપૂર્વક સ્ત્રીની આલોચના લેતા હોય તો એમાં કષાયભાવ ભળેલો જ ન હોવાથી એ યોગ સાવદ્ય ન કહેવાય.
આવું બાકીના યોગોમાં પણ સમજી લેવું.
સંસારમાં પણ આ વાત અનુભવાય છે કે માણસની બાહ્યપ્રવૃત્તિ દેખીતી રીતે ખરાબ હોય, તો પણ જો એમાં એનો ભાવ સારો ભળેલો હોય તો એ પ્રવૃત્તિ સાવદ્ય = પાપ રૂપ ગણાતી નથી.
અચાનક રસ્તા ઉપર દોડી ગયેલા નાના બાળકને બચાવવા માતા એની પાછળ દોડે અને અકસ્માતમાંથી બાળકને બચાવવા એને જોરથી ખેંચે કે બીજી બાજુ ધક્કો દઈને પાડી દે... તો આ પ્રવૃત્તિ આમ અશુભ હોવા છતાં પણ એમાં આશય સારો હોવાથી “માતાએ ખરાબ કર્યું” એવું કોણ કહે છે ?
હજારો માણસોને મારી નાંખવા માટે બોમ્બ ફોડવાની યોજના ગોઠવતા ત્રાસવાદીઓને પોલીસ ઠાર કરી દે, તો તેમાં હજારો નિર્દોષોને બચાવવાનો આશય હોવાથી “પોલીસોએ માણસોને મારી નાંખીને માનવતાનો ઘાત કર્યો છે” એવું કોણ કહે છે ?
૯૨