________________
મહાવ્રતો
એ નિશ્ચયવાદીઓને પૂછો કે “કોઈ તમારી સાથે ઝઘડો કરે, તમારી વિરુદ્ધમાં ચારેબાજુ ઊંધો પ્રચાર કરે, તમારો ધંધો તોડી નાંખવાના પ્રયત્નો કરે, ખૂન કરી નાખવાની ધમકી આપે - એને તમે તમારો શત્રુ-હિતદ્વેષી - નાલાયક માનશો કે મિત્ર, હિતેચ્છુ માનશો ?
—
ખરેખર આ પરમ આશ્ચર્ય છે કે નિશ્ચયની વાતો કરનારાઓ પોતાના જીવનમાં ડગલે ને પગલે બાહ્યપ્રવૃત્તિઓ જ જોતા હોય છે, એના આધારે જ અંદરની પરિણતિને નક્કી કરતા હોય છે... આટલો બધો વિવેક તેઓ પાસે હોવા છતાં જ્યારે ધર્મક્ષેત્રની વાત આવે, ત્યારે આ બધો વિવેક અદશ્ય થઈ જાય છે. પોતાના જીવનમાં તે તે શુભપ્રવૃત્તિઓ ન હોય તો પણ ત્યાં પરિણતિ સારી હોવાનો જોર-શોરથી દાવો કરતા
હોય છે.
નક્કી માનજો કે મોહનીયકર્મના અભેદ્ય સામ્રાજ્ય વિના આવી વિટંબણાઓ સંભવિત નથી.
મોહનીયકર્મની આવી જાળમાં આપણે ફસાઈ ન જઈએ, એ માટે સમાયં શબ્દની નિશ્ચયગર્ભિત વ્યાખ્યાઓ આપ્યા બાદ ગણધર મહારાજાઓએ વ્યવહારનયને પણ બરાબર જાળવવાની પ્રતિજ્ઞા ગોઠવી દીધી કે સર્વાં સાવનૂં નોમાં પન્વામિ જે સાવઘ યોગો છે, પાપરૂપ અનુષ્ઠાનો છે. એ બધાને હું ત્યાગુ છું.
આધાકર્મી ભોજન, વગેરે વગેરે લાખો સાવઘયોગો પ્રસિદ્ધ જ છે, એ બધાનો ત્યાગ કરવાની આ પ્રતિજ્ઞા છે. જે સંયમીઓ આ ભીષ્મપ્રતિજ્ઞા લીધા પછી પણ તે તે સાવદ્યયોગોને સેવે છે. તેઓ આ ભીષ્મપ્રતિજ્ઞાનો ભંગ કરવાનું પાપ બાંધે છે.
પ્રશ્ન : ગાઢ માંદગીમાં ગુર્વાદિના કહેવાના કારણે ના છૂટકે આધાકર્મી વા૫૨ના૨ પણ પ્રતિજ્ઞાભંજક ગણાશે ?
લાંબો વિહાર હોવાના કારણે અંધારામાં વિહાર કરવા રૂપ સાવદ્યપ્રવૃત્તિ કરનાર પણ પ્રતિજ્ઞાભંજક ગણાશે ?
હરણિયાઓને બચાવવા માટે શિકારીઓની સામે જૂઠું બોલવા રૂપ સાવદ્યપ્રવૃત્તિ કરનાર પણ પ્રતિજ્ઞાભંજક ગણાશે ?
સુપાત્ર આત્માને એના સ્વજનો કોઈપણ હિસાબે દીક્ષાની ૨જા ન આપે ત્યારે શાસ્ત્રીયક્રમ જાળવ્યા બાદ છેલ્લે ભગાડીને દીક્ષા આપવા રૂપી સાવઘ પ્રવૃત્તિ કરનાર પણ પ્રતિજ્ઞાભંજક ગણાશે ?
***
સંવિગ્નગીતાર્થ આચાર્ય સાધ્વીજી કે શ્રાવકોને આલોચના આપવા માટે એમની સાથે બેસીને વાતો કરે કે અશક્ત સાધુ શક્તિ માટે વિગઈઓ વાપરે એટલે શું એ સાધુ નવવાડોના પાલનની પ્રતિજ્ઞાનો ભંજક ગણાશે ?
૯૦