________________
હ---૯--૯-૨૯-ક-૧ સવૅ સીન્ન નો પથ્થઘામ --------------- નિર્ણય થાય.
બાકી જ્યાં શુભપ્રવૃત્તિ નહિ, અશુભપ્રવૃત્તિત્યાગ નહિ ત્યાં શુભપરિણતિનો નિર્ણય ન થઈ શકે. ખુદ મહોપાધ્યાયજી કહે છે કે “તિહાં નિશ્ચયનય પરખીએ, જિહાં બહુ કિરિયા વ્યાપ રે.”
જ્યાં ઘણી બધી શુભક્રિયાઓનું પાલન દેખાય ત્યાં પરિણતિ શુભ હોવાનો નિશ્ચય કરી શકાય.
મહોપાધ્યાયજી કહે છે કે “મુગ્ધ પડે ભવકુપમાં જી, તિમ વિણ કિરિયાવાટ રે.” કુવાની આજુ બાજુ જો ઊંચી પાળ બાંધવામાં આવી ન હોય, જમીનને સમાન જ કુવો ખોદેલો હોય, તો ઘણા જીવો પાળ ન હોવાના કારણે કુવામાં પડવાના, મરવાના. એમ સંસાર એ એક કુવો છે. જેઓ શુભક્રિયાઓ રૂપી પાળ બાંધતા નથી, તેઓ નક્કી સંસાર કુવામાં પડવાના. *
જેઓ ભરતચક્રી વગેરેના દૃષ્ટાંતો આપીને બાહ્ય શુભપ્રવૃત્તિઓને ત્યાગે છે, બીજાને પણ એનાથી દૂર ધકેલે છે, તેઓ પોતાના સમ્યગ્દર્શનનો ઘાત કરનારા બને છે.
રે! આશ્ચર્ય તો એ છે કે એ નિશ્ચયવાદીઓ પણ પોતાના જીવનમાં ઢગલાબંધ બાબતોમાં બીજાઓ પાસે શુભપ્રવૃત્તિની સખત અપેક્ષા રાખતા હોય છે, જો એ પ્રવૃત્તિ ન દેખાય તો એની પરિણતિને ખરાબ માનનારા હોય છે... ત્યાં તેઓ પોતાની જ માન્યતાઓને અભરાઈ પર ચડાવી દેતા હોય છે.
એ નિશ્ચયનયવાદીઓને પૂછો કે “તમારા દીકરાના નામે સતત કોઈ છોકરીના ફોન આવે, દીકરો બાર-બે વાગ્યા સુધી રાત્રે ઘરે ન આવે, દીકરો રોજના ૫૦૦-૧૦૦૦ રૂા. ખર્ચી નાંખે તો તમે શું માનશો? “દીકરો કોઈ લફરામાં ફસાયો છે' એમ જ માનશો ને ? ત્યાં કેમ એવી કલ્પના ન કરી કે “છોકરીના ફોન તો ધાર્મિક પદાર્થોની શંકાઓ દૂર કરવા માટે આવ્યા હશે. મારો દીકરો તો નિર્વિકારી છે. એ રાત્રે ૧૨-૨ વાગે ઘરે આવે છે. એ તો રાત્રે ઠંડીમાં ધ્રૂજતા ગરીબોને ધાબડા ઓઢાડવા જતો હશે, રોજના ૧૦૦૦ રૂ. નો ખર્ચ એનો જ થતો હશે...
દીકરાની પ્રવૃત્તિઓ ખરાબ દેખાણી, તો દીકરાના આશયમાં પણ મલિનતા હોવાનો નિર્ણય થાય છે ને ? | એ નિશ્ચયવાદીઓને પૂછો કે “ઘરનો કોઈ માણસ આખો દિ' ખા-ખા કરતો હોય, ફ્રીજમાં કે ડબામાંથી વસ્તુઓ ચોરી ચોરીને ખાતો હોય. કિલો-કિલોની મીઠાઈ કે ફળાદિ એક-બે દિવસમાં જ ઝાપટી જતો હોય, ત્યાં તમે એને ખાઉધરો, ખાવામાં લંપટ માનશો કે અનાસક્ત ?”