________________
सामाइयं
આ પરિણામ જેટલો મંદ, સામાયિક એટલું મંદ.
૨. અનામેવનયા રાત્રેષમધ્યવતિત્વ મામાયિń : રાગ અને દ્વેષ ન કરવા અને એ રીતે મધ્યસ્થ રહેવું એનું નામ સામાયિક.
મનગમતા પદાર્થો પ્રાપ્ત થાય તો એમાં જીવને રાગ થાય, અણગમતા પદાર્થો પ્રાપ્ત થાય તો એમાં જીવને દ્વેષ થાય, અણગમતા પદાર્થો દૂર થાય તો એમાં જીવને રાગ થાય, મનગમતા પદાર્થો દૂર થાય તો એમાં જીવને દ્વેષ થાય.
સાધુને તો કોઈપણ વસ્તુ મનગમતી કે અણગમતી જ ન હોય, એટલે રાગ કે દ્વેષ થવાનો એને કોઈ પ્રશ્ન જ ન રહે.
“તમે તો કેવા ઘોર તપસ્વી ! કેવો સ્વાધ્યાય કરો છો ! ગુરુની સેવામાં કેવા અપ્રમત છો ! કેટલા બધા નિઃસ્પૃહ છો ! તમારો અવાજ કેટલો મધુરો છે! તમે બધાને કેટલું પમાડો છો...’” આ બધા પ્રશંસાના શબ્દો હજારો માણસો બોલે તોય સાચા સાધુને રાગ ન થાય. કેમ કે આ પ્રશંસા એને મનગમતી છે જ નહિ. બહેરાને જેમ કશું સંભળાય જ નહિ, અને એટલે એને ગમે એટલું કહેવામાં આવે, એને કોઈ જ અસર ન થાય. તેમ સાચા સાધુને પ્રશંસાના શબ્દોની કોઈ અસર ન થાય.
તો “આ સાધુઓને તો ખાવા-પીવા સિવાય કંઈ કામ જ નથી. સવાર સવારના માંગવા નીકળી પડે છે... આ સાધુઓ તો મિથ્યાત્વી છે, આજ્ઞાભંજક છે... આ સાધુઓ શિથિલાચારી છે... આ સાધુઓનું મોઢું જોવું એ ય પાપ...” વગેરે વગેરે ગમે એટલા ખરાબ શબ્દો કોઈ બોલે તો પણ સાધુને બિલકુલ દ્વેષ ન થાય. કેમકે આ નિંદા એને અણગમતી નથી. અહીં પણ સાધુ ધિર જેવો જ બની રહે. બહેરાને ગમે એટલી ગાળો આપવામાં આવે તો પણ બહેરાને કંઈપણ અસર થવાની છે ? નહિ જ. એવું સાધુને હોય.”
રે! સાધુને તો એવો પરિણામ પણ હોઈ શકે કે પ્રશંસા એને અણગમતી હોય. એને જો પોતાની પ્રશંસા સાંભળવાની આવે તો એને ત્રાસ થાય. કાન બંધ કરી દે, મોઢું બગડી જાય, ત્યાંથી ભાગી જાય. અને પોતાની નિંદા સાંભળવાની આવે તો એને આનંદ થાય. કર્મક્ષય પ્રાપ્ત થયાની મસ્તી ચડે.
બિહામણા-બિભત્સ દૃશ્યો જોવા મળે કે સોહામણા દૃશ્યો જોવા મળે, સાધુને શું ફેર પડે? વિષ્ઠા-ઉકરડાના દર્શન થાય કે બાગ-બગીચાઓના દર્શન થાય, સાધુને શું ફેર પડે? ગટરની બાજુમાં રહેવાનું આવવાથી દુર્ગંધ મારે કે મંદિરની પાસે રહેવાનું થવાથી ધૂપની સુગંધ આવે, સાધુને શું ફેર પડે ?
કોઈકના કપડામાંથી સેંટની સુવાસ આવે કે કોઈકના મોઢામાંથી દુર્ગંધ વછૂટે, સાધુને
૭૯