________________
सामाइयं
શારીરિકદુઃખ આપવું પણ પડે, એ વખતે સંયમીને એ ન ગમે છતાં મોટો લાભ દેખાતો હોવાથી એ દુઃખ આપે. દા.ત. બાળ સાધુ તાવથી ખૂબ પીડાય છે. હાય-વોય કરે છે. હવે જો એને ઈંજેક્શન કે કડવી ગોળી ન આપવામાં આવે તો આ માનસિક ત્રાસ દૂર થવાનો નથી. તે વખતે બાલ સાધુ ના પાડે, રડે તો પણ એને ઈંજેક્શન આપવું, કડવી ગોળી આપવી... આવું શારીરિક દુઃખ એને આપે. પણ એની પાછળ એના માનસિક દુઃખને દૂર ક૨વાનો જ એકમાત્ર ભાવ હોવાથી સામાયિકભાવને કોઈ જ હાનિ ન પહોંચે.
એમ આત્મિકદુઃખને અટકાવવા માટે ક્યારેક કોઈકમાં માનસિક દુઃખને પણ અપનાવવું પડે તો પણ એમાં સાધુતાનો વિનાશ થતો નથી. દા.ત. અણસમજુ શિષ્ય ગુરુને કહે કે “મને વ્યાખ્યાનની ૨જા આપો, મને ટ્રસ્ટ બનાવવાની રજા આપો. મને એક સાધુ સાથે બધે ફરવાની રજા આપો. મને માંડલીના કામ નહિ સોંપવાના...” એ વખતે જો ગુરુને એમ લાગે કે ‘આ બધી છૂટ આપવામાં તો એના આત્માનું અનેક રીતે નુકસાન થાય એમ છે. આ તો ખાંસીવાળા બાળકને પી૫૨મીંટ ખવડાવવા આપીએ એના જેવું થાય છે.’ તો ગુરુ એને આ બધું વાપરવાની રજા ન પણ આપે. એ વખતે એ શિષ્યને માનસિક ત્રાસ થાય પણ ખરો, ગુરુ એને બરાબર સમજાવે, છતાં પણ એનો માનસિક ત્રાસ દૂર ન થાય, તો ગુરુ એ બાબતને ગૌણ કરીને પણ એને આધ્યાત્મિક દોષોથી બચાવવાનો પ્રયત્ન કરે. વિચારે કે “અત્યારે એને મનોવેદના થઈ છે, પણ એ તો દિવસો પસાર થશે, એમ ધીરે ધીરે એ વેદના પણ ઘટી જશે. એને વારંવાર સમજાવતો રહીશ. પણ એનામાં અનેક દોષો ઉત્પન્ન થાય, એવી છૂટ તો ન જ આપી શકાય...
આમ કોઈકના માનસિક દુઃખો દૂર કરવા, અટકાવવા શારીરિક દુઃખો આપવા પડે કે કોઈકના આત્મિક દુઃખો દૂર કરવા માનસિક દુઃખો આપવા પડે... તો પણ એ વખતે સાધુને એવો ભાવ તો નથી જ કે “મારે એને દુઃખી કરવો છે.” ભાવ તો એ જ છે કે એને મોટા દુ:ખોમાંથી છોડાવવો છે. એટલે જ દુઃખ આપવા છતાં દુઃખ નહિ આપવાનો પરિણામ તો બરાબર સાબૂત છે. અને એટલે જ એ વખતે સામાયિકનો નાશ થતો નથી.
આ જ એક વિશેષતા છે કે
બીજાને દુઃખો દેવા છતાં દુ:ખ નહિ દેવાનો પરિણામ જો અકબંધ હોય તો સામાયિક છે.
બીજાને દુઃખો ન દેવા છતાં દુઃખ નહિ દેવાનો પરિણામ જો ન હોય તો સામાયિક નથી.
સાધુ પોતાની માંદગીમાં કે અન્ય સંયમીની માંદગીમાં આર્તધ્યાન થતું હોય તો એને અટકાવવા કે ભવિષ્યમાં મોટા નુકસાનો થવાની સંભાવના જોઈને એને અટકાવવા આધાકર્માદિ અમુક અમુક દોષ સેવે તોય જો એને બીજાને દુઃખ દેવાનો પરિણામ ન હોય,
૭૭