________________
* * *
* * * -
-
મહાવતો
જ જજ જ જજ
જ છે*
શું ફેર પડે ?
દાળ-શાક સાવ મીઠા વિનાના આવે કે ભરપૂર મીઠાવાળા આવે, સાધુને શું ફેર પડે?
મષ્ટાન્નમાં સાકર-ગોળ જ નાંખવા રહી ગયા હોય કે બમણા નાંખી દીધા હોય, સાધુને શું ફેર પડે ?
રોટલી-રોટલા જાડા આવે કે પાતળા આવે, સાધુને શું ફરક પડે ?
વહેંચનારો સાધુને અનુકૂળ કહેવાતી વસ્તુઓ આપે કે પ્રતિકૂળ કહેવાતી... સાધુને શું ફેર પડે ?
ગોચરી વધી પડે ત્યારે મિષ્ટાન્ન ખપાવવા આવે કે દાળ-શાક-રોટલી... સાધુને શું ફેર પડે ?
રોટલી સાથે દાળ-શાક મળે કે ન મળે, સાધુને શું ફેર પડે ? ભર ઉનાળામાં પવનવાળી જગ્યા મળે કે બફારાવાળી...સાધુને શું ફેર પડે ? ભર શિયાળામાં બંધરૂમમાં ઉંઘવા મળે કે ખુલ્લા હોલમાં .. ઉપાશ્રય મોટા મળે કે સાવ સાંકડા મળે... પહેરવાના કપડા જાડા મળે કે પાતળા-સુંવાળા... નોટ-બોલપેન-પેડ મોંઘા-હાઈક્લાસ મળે કે સાવ સાદા-સોંઘા-સિમ્પલ... લીસા, ખાડા ટેકરા વિનાના રસ્તાઓ આવે કે કપચી-કાંટાઓથી ભરેલા રસ્તાઓ આવે... વ્યાખ્યાનમાં ૨000 માણસો દોડ્યા આવે કે ૨૦ ભાઈઓ પણ માંડ માંડ આવે... ૨૫-૨૫ શિષ્યો થઈ જાય કે એકેય શિષ્ય ન થાય... ભક્તોની ગાડીઓ ઢગલાબંધ આવે કે એક સાઈકલવાળો ય મળવા ન આવે...
૨૦૦-૩૦૦ પુસ્તકો લખાય અને એની હજારો નકલો વહેંચાય કે એકેય પુસ્તક છાપવાની ય વ્યવસ્થા ન થાય.
દેહ નિરોગી રહે કે કેન્સરાદિ રોગોથી ઘેરાય... મુખ રૂપાળું રહે કે એમાં કોઢના ડાઘાઓ થાય... માથાના વાળ કાળા ભમ્મર રહે કે નાની ઉમરમાં જ ધોળા થઈ જાય, ટાલ પડી જાય..
મોઢાના દાંત બત્રીસે બત્રીસ ટકે, ધોળા રહે કે બોખા બની જવાય, બત્રીસી નંખાવવી પડે, દાંત ખરાબ લાગે..
વસ્ત્રો મેલાઘેલા હોય કે ધોળાધબ હોય... લોકો વાહ-વાહ કરે કે હાય-હાય કરે... બધા પોતાની વાતને સહર્ષ વધાવી લે કે ધડ દઈને તોડી પાડે, મશ્કરી કરે... પોતાની પાસે શાસ્ત્રો ભણવા તડપતા વિદ્યાર્થીઓ મળે કે ન મળે, બધા બીજા પાસે