________________
-------------------- મહાવ્રતો -- -------------------- જેવા હોય. શક્તિ પ્રમાણે એ તમામ પદાર્થો જીવનમાં આચરવા અને જે પદાર્થો જીવનમાંથી કાઢવા જેવા હોય, શક્તિ પ્રમાણે એ તમામ પદાર્થો જીવનમાંથી દૂર કરવા એનું નામ સમ્પચારિત્ર ! આવા પ્રકારનો આત્માનો શુભપરિણામ એ સમ્યફ ચારિત્ર!
આ ત્રણેય પદાર્થો આત્મામાં જોડાય એનું નામ સામાયિક! ' આ રીતે આપણે સામાયિકના ત્રણ મહત્ત્વના અર્થો જોયા.
પ્રશ્ન : આ ત્રણેય અર્થો મુખ્યત્વે આત્માની એવા પ્રકારની નિર્મળ પરિણતિને જ સામાયિક તરીકે ઓળખાવનારા છે. પ્રવૃત્તિની આમાં કોઈ મુખ્યતા નથી. આમ કેમ? પ્રવૃત્તિ શું નકામી છે ? એની કોઈ કિંમત જ નથી ?
ઉત્તર : ના, એવું નથી. પ્રવૃત્તિ પણ અત્યંત ઉપયોગી છે. પણ એ પોતે ચારિત્ર રૂપ નથી. એ સાચા ચારિત્રનું કારણ ચોક્કસ છે. એ સાચા ચારિત્રનું કાર્ય પણ ચોક્કસ છે... આ અંગે ઘણી બધી બાબતો જણાવવાની છે એ અમે આગળ બતાવીશું.
અહીં માત્ર એક જ વાત વિચારી કે બાહ્યપ્રવૃત્તિમાત્રને ચારિત્ર ન મનાય, એનું કારણ શું ?
(ક) જો બાહ્યપ્રવૃત્તિઓ જ સામાયિક હોત, તો ઘણા બધા અભવ્યજીવોને બાહ્યપ્રવૃત્તિઓ ઊંચામાં ઊંચી હતી. તો એ બધાને સાચું સામાયિક માનવું પડે. અર્થાત્ એ બધા છઠ્ઠા ગુણસ્થાને માનવા પડે. આ વાત માની ન શકાય એ તો સ્પષ્ટ જ છે.
() અન્યલિંગ સિદ્ધ, ગૃહસ્થલિંગસિદ્ધ વગેરે મહાત્માઓ પાસે બાહ્યપ્રવૃત્તિઓ ના હતી, છતાં તેઓ તો ઉંચામાં ઊંચુ સામાયિક પામી જ ગયા છે. એટલે જો બાહ્યપ્રવૃત્તિઓને ચારિત્ર માનીએ તો આ બધા મહાત્માઓને ચારિત્ર-સામાયિક ન માની શકાય.
(ગ) માટી એ ઘટનું ઉપાદાનકારણ છે, દંડ-ચક્ર એ બધા ઘટના નિમિત્ત કારણો છે. માટી જો ઓછી હોય તો ઘટ નાનો બને, માટી જો વધારે હોય તો ઘટ મોટો બને, માટી જો ઘણી વધારે હોય તો ઘટ ઘણો મોટો બને. પણ “દંડ-ચક્ર નાના હોય તો ઘટ નાનો બને, એ જેમ જેમ મોટા તેમ તેમ ઘટ પણ મોટો બને' એવું ખરું? જો દસ ફૂટ મોટો દંડ અને એટલું જ મોટું ચક્ર હોય, પણ માટી મુઠ્ઠી પ્રમાણે જ હોય કે બિલકુલ ન હોય! તો એમાંથી ઘટ શી રીતે બને ?
એટલે આ વાત તો બધા જ માનશે કે ઉપાદાનકારણ વધે, તો કાર્ય વધે. નિમિત્તકારણ વધવાથી નહિ. વળી ઉપાદાનકારણ પોતે જ કાર્યરૂપે બનતું હોય છે. નિમિત્તકારણો નહિ. માટી જ ઘટ રૂપે બને છે, દંડ ચક્ર વગેરે નહિ. દંડ-ચક્ર ઘટને ઉત્પન્ન કરી દીધા બાદ ખતમ થઈ જાય તોય ઘટને કોઈ આંચ આવતી નથી. પણ ઘટ ઉત્પન્ન થયા બાદ જો એમાંથી માટી ખરવા માંડે, માટી ઘટે તો ઘટ ખલાસ થવા માંડે. ૨૯ - - - - - - - - - -
૯ ૮ ૨ ૯ - - - - - - - - - - - -