________________
ભણવા તડપે...
સંસારી સ્વજનો શ્રીમંતાઈમાં મહાલતા હોય કે દેવાના ખપ્પરમાં ખૂંપીને ગરીબાઈની રેખા નીચે આવી ગયા હોય.
અહો!
આવી આવી તો હજારો- લાખો બાબતો દરેકના જીવનમાં પળે પળ ઊભી થતી હોય છે. એમાં મોટા ભાગે તમામે તમામ જીવો રાગ અને દ્વેષનો ભોગ બની જ જતા હોય છે. જાણે કે આ રાગ-દ્વેષ, હર્ષ-શોક એ જીવનો સ્વભાવ બની ગયો છે કે જીવે એ કરવા માટે મહેનત કરવી જ ન પડે. એ એની મેળે થઈ જાય. - આ ઉપર ઢગલાબંધ વિકલ્પો દર્શાવ્યા, તે આત્મસંપ્રેક્ષણ કરી શકાય એ માટે જ! આપણને ખ્યાલ આવે કે આપણો આત્મા અત્યારે ક્યાં છે? નાના મોટા રાગ-દ્વેષ જો સતત થયા જ કરતા હોય તો આપણી આ પ્રતિજ્ઞાનું શું ? એ આપણને વિચારવાની તક મળે. | સર્વવિરતિ માત્ર બાહ્ય આચાર રૂપ હોત તો એ એટલી બધી અઘરી ન હતી. પણ એ આવા આત્મપરિણામ રૂપ છે, ગમે તેવી પરિસ્થિતિમાં પણ રાગ અને દ્વેષ ન થવા દેવા રૂપ છે, રતિ અને અરતિના વિષચક્રમાં ક્યાંય ફસાઈ ન જવા રૂપ છે. અને પ્રત્યેક પળે આ રાગદ્વેષ, રતિ-અરતિ માં જ રહેવા માટે ટેવાયેલા આ જીવ માટે એનાથી અલિપ્ત રહેવું એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. રાગ-દ્વેષ ન કરવાની ભાવના હોય તો પણ રાગદ્વેષ થઈ જ જાય, રોકી જ ન શકીએ... એવી આ જીવની દશા છે. હા ! આત્મસંપ્રેક્ષણ ન કરીએ અને જાતને વીતરાગી જેવી માની લઈએ અને એ ભ્રમણાના મીઠા કાલ્પનિક સુખમાં મહાલ્યા કરીએ એ જુદી વાત ! એ સ્વપ્નના સુખો તૂટતા વાર લાગવાની જ નથી. બાકી જેની અંદરની આંખો ખુલ્લી હશે અને જે પોતાના દોષોને જોવા માટે પ્રયત્નશીલ હશે, એને ડગલે ને પગલે ઊભા થતા નાના, નાના કે ક્યારેક મોટા રાગ-દ્વેષ,રતિ-અરતિ/હર્ષ-શોક દેખાશે જ. ત્યારે એને સમજાશે કે આવું સામાયિક તો ઘણું ઘણું અઘરું છે. - રૂ. સંધ્યતનજ્ઞાનવાત્રિા||માત્મનિ પ્રવેશનમ સામાયિ: દ્વાદશાંગી અને એના આધારે રચાયેલા સેંકડો ગ્રન્થો... આ બધાનો ખંતપૂર્વક, ઉલ્લાસપૂર્વક, જિજ્ઞાસા અને સખત પુરુષાર્થપૂર્વક અભ્યાસ કરવો એ બધા પદાર્થોને બરાબર સમજવા અને દઢ રીતે યાદ રાખવા... એ સમ્યગ્રજ્ઞાનનું આત્મામાં યોજન કહેવાય. " એ બધા પદાર્થો ઉપર અગાધ શ્રદ્ધા રાખવી, જેમાં શંકા ઉભી થાય ત્યાં માર્ગાનુસારી ચિંતન દ્વારા શાસ્ત્રાનુસારે એ શંકાને દૂર કરવી અને એ રીતે જિનવચનો ઉપરની શ્રદ્ધાને દઢતમ બનાવવી.. આ છે આત્મામાં સમ્યગ્દર્શનનું યોજન!
જે પદાર્થો જાણ્યા, અને દઢ રીતે માન્યા તેમાંથી જે પદાર્થો જીવનમાં આચરવા - - - - - - - - - - - - - - - - ૮૧ - - - - - - - - - - - - - - - -