________________
હવે આ વાત અહીં વિચારીએ. મોક્ષ એટલે શું ? એનું ઉપાદાનકારણ કોણ ? તમામે તમામ શુભ પરિણતિઓનો સરવાળો એનું નામ મોક્ષ! આત્મા, આત્માના શુભપરિણામો એ જ મોક્ષનું ઉપાદાન કારણ !
સારી તમામ પ્રવૃત્તિઓ તો શરીરમાં ઉત્પન્ન થાય છે ને? એ આત્મામાં નથી. એટલે જ એ બધી ક્રિયાઓ મોક્ષનું નિમિત્તકારણ હજી કહી શકાય પણ ઉપાદાનકારણ નહિ. - એટલે જ ક્રિયાઓ ગમે એટલી વધે, એનાથી મોક્ષ ન વધે, પણ ભાવો વધે તેમ તેમ મોક્ષ વધે...
(જેટલા જેટલા ગુણો પ્રગટ થતા જાય, તેટલા તેટલા અંશમાં મોક્ષ પ્રગટી ચૂકેલો જ ગણાય...).
હા! નિમિત્તકારણ રૂપે ક્રિયાની જરૂર ખરી, પણ એ ક્રિયાઓને વધુ ને વધુ મોટી બનાવતા જઈએ, તો મોક્ષ મોટો ને મોટો બનતો જાય... એવું નથી.
ભાવો નાના, તો મોક્ષ નાનો ! (એટલા અંશમાં મોક્ષ પ્રગટી ચૂકેલો ગણાય) ભાવો મોટા, વધુ ! તો મોક્ષ મોટો, ઘણો! ભાવો સંપૂર્ણ તો મોક્ષ સંપૂર્ણ! - સિદ્ધભગવંતોમાં કોઈ બાહ્યક્રિયાઓ નથી, છતાં મોક્ષ છે. આ પણ એ સુચવે છે કે બાહ્ય ક્રિયાઓ માત્ર નિમિત્ત છે. એટલે જ એ જતી રહે તોય મોક્ષને કોઈ આંચ આવતી નથી. પરંતુ જો એક પણ પરિણામ ઘટે, તો મોક્ષને વાંધો આવવાનો જ.
આ સાવ સીધી-સાદી વાત છે.
એટલે જ જેમ કુંભાર ઘટ બનાવવા માટે જરુરી દંડ-ચક્ર વગેરે ચોક્કસ ભેગા કરશે,પણ એ મળી ગયા બાદ હવે ઘટ મોટો બનાવવા માટે દંડને મોટો કરવાની પ્રવૃત્તિ નહિ કરે. પછી તો મોટો ઘટ બનાવવા વધુ માટી મેળવવાનો પ્રયત્ન કરે. અર્થાત્ દંડચક્રને વધારવાની જરુર નહિ, પણ માટીને વધારવાની જરુર તો ખરી જ. - એમ સંયમી જીવ પણ બાહ્ય શુભક્રિયાઓને ચોક્કસ આદરવાનો, પણ એ માત્ર નિમિત્ત કારણ રૂપે ! અમુક પ્રમાણમાં ક્રિયા સિદ્ધ થઈ જાય, પછી એ ક્રિયા વધારવાની હોતી નથી. પછી તો બધું લક્ષ્ય ભાવ ઉપર – પરિણામ ઉપર હોય છે. જો પરિણામ વધે તો મોક્ષ વધે...
આમ “સામાયિક એ આત્મપરિણામ રૂપ છે”, એ વાત એકદમ સ્પષ્ટ રીતે સમજી શકાય છે.
જ
---
૮૩
-
--
-
૯-૦%