________________
wજક. સવ્વ સાવí નો પવ્યવસ્થાનિઝ
સર્વ = તમામે તમામ. સાવદ્ય = નિંદનીય અનુષ્ઠાનવાળા, ક્રોધાદિકષાયવાળા યોગ = મન-વચન-કાયાની પ્રવૃત્તિઓ. પ્રત્યાખ્યાન = પચ્ચકખાણ = ત્યાગ.
શ્રાવકો તમામે તમામ સાવદ્યયોગોનો ત્યાગ કરતા નથી. સામાયિક કરે ત્યારે પણ અનુમોદના રૂપે સાવદ્યયોગો એમને ચાલુ છે. એટલે તેઓ સવૅ શબ્દ ન બોલે. જ્યારે સાધુઓ સવૅ શબ્દ બોલે કેમકે સાધુઓ તમામે તમામ સાવદ્યયોગોનો ત્યાગું કરે છે. સર્વવિરતિ સ્વીકારે છે.
અવદ્ય શબ્દના બે અર્થો નિર્યુક્તિકારશ્રી દર્શાવે છે. નિંદનીય અનુષ્ઠાનો અને ક્રોધાદિ કષાયો
યોગ તરીકે અપ્રશસ્ત યોગો જણાવ્યા છે, અને એ મિથ્યાત્વાદિ કહ્યા છે. મુખ્યત્વે યોગ એટલે મિથ્યાત્વ-અવિરત-કષાય-યોગ એમ ચાર યોગ લેવાના છે. એમાં ય મનવચન-કાયાની પ્રવૃત્તિરૂપ યોગ એ યોગ તરીકે સમજવો. ,
ટૂંકમાં નિંદનીય અનુષ્ઠાનવાળા મન-વચન-કાયાના વ્યાપારો કે ક્રોધાદિવાળા મનવચન-કાયાના વ્યાપારો એનું નામ સાવદ્ય યોગ.
આવા તમામે તમામ સાવદ્યયોગોનો ત્યાગ કરવામાં આવે છે.
પ્રશ્ન : રેમિ ભંતે સામયિં | એમ એક પ્રતિજ્ઞા તો કરી, હવે પાછી આ સબં સાવળ્યું નો પર્વવરસ્વામિ એ પ્રતિજ્ઞા શા માટે કરવામાં આવે છે ?
ઉત્તર : સામાયિક શબ્દની જે વ્યાખ્યા હતી એ નિશ્ચયનયના આધારે હતી. સાવદ્યયોગત્યાગની જે વ્યાખ્યા છે, એ વ્યવહારનયના આધારે છે. આત્માના અંદરના પરિણામો તો કંઈ દેખાવાના નથી. પણ બહારની પ્રવૃત્તિ દેખી શકાય છે. જેને અંદર સામાયિક હોય, તે બહાર સર્વસાવઘયોગનો ત્યાગ કરે જ. જો બહાર સાવઘયોગોની પ્રવૃત્તિ કરતો હોય તો અંદર એને સામાયિક હોવામાં પાકી શંકા કરવી પડે.
સાચા સંયમી બનવા માટે કપટવૃત્તિનો ત્યાગ તો કરવો જ પડે, એટલે જ આ પ્રતિજ્ઞા લેનાર પણ કહે છે કે – “હું રાગદ્વેષ નહિ કરું’ એટલી પ્રતિજ્ઞા લઈને બેસી નથી રહેવાનો. પરંતુ રાગ-દ્વેષવાળી બાહ્ય તમામ પ્રવૃત્તિઓને હું ત્યાગી દેવાનો
---------------------૮૪ ૯- ૨૯-ક ૦૯-૦૯- ૯-૦૯-૯-૧૯૨૯