________________
--------------------- મહાવ્રતો - ------------------- વ્યવસ્થિત બોલવાની પ્રવૃત્તિ એમાં એકાગ્ર થવાનો પ્રયત્ન... આ બધું ભક્તિભાવોને જન્માવી દે.
આવું દરેક પરિસ્થિતિ બાબતમાં સમજી લેવું.
ઘણાની આજે ફરિયાદ હોય છે કે “અમને તે તે ક્રિયામાં ભાવ જ જાગતા નથી, તો એ ક્રિયા શા માટે કરવાની ?” પણ આ ફરિયાદની સામે એટલું જ કહેવાનું કે ભાવ ભલે નથી, પણ ભાવ જગાડવાની ઈચ્છા તો છે ને ? તો એ ભાવ જગાડવાની ઈચ્છા સાથે, વગરભાવે પણ તે તે ક્રિયા કરો. નક્કી વહેલા-મોડા એ ભાવો એ ક્રિયા દ્વારા જાગીને રહેશે.
સંસારમાં પણ આવા પ્રસંગો બનતા જોવા મળે છે.
(ક) “મારે ખાવાની ઈચ્છા જ નથી, ભૂખ જ નથી” એમ કહેનારાને પરાણે જમવા બેસાડવામાં આવે અને થાળીમાં પીરસાયેલી ભાતભાતની આઈટમો એ જૂએ, ચાખે અને ભૂખ ઉઘડી જાય. ધાર્યા કરતા બમણું ખાઈ લે.
(ખ) “મારે લગ્ન કરવા જ નથી' એમ બોલનારાને બે-પાંચ પરિચયો બળજબરીથી કરાવવામાં આવે, એમાં કોઈક રૂપ-સ્વભાવાદિ ગમી જાય, અને લગ્ન કરવા તલપાપડ બની જાય.
(ગ) “કશી ખરીદી કરવી નથી' એમ વિચારીને ડીપાર્ટમેન્ટ સ્ટોરમાં પ્રવેશ કરનારાઓને, ત્યાંની વસ્તુ જોનારાને ખરીદી કરવાની તીવ્રતભ ભાવના પ્રગટી જાય. " (ઘ) “મને ઉંઘ આવે છે, મારે કોઈ પીક્સર જોવું નથી...વગેરે બોલનારા સામે
જ્યારે આકર્ષક પીક્સર દેખાડવામાં આવે, ત્યારે ઊંઘ ઊડી જાય અને પીક્સર જોવાની, પૂરુ જોવાની ઈચ્છા થઈ જાય.
બસ, આ જ ગણિત બરાબર ધર્મક્ષેત્રે પણ લાગુ પડે છે.
(અલબત્ત ઉપરના દૃષ્ટાંતોમાં તો અનાદિકાલીન સંજ્ઞાના કારણે તરત મન એમાં આકર્ષાઈ જાય, જ્યારે ધર્મક્ષેત્રમાં અનાદિસંસ્કાર ન હોવાથી તરત એમાં ભાવ આવવા અઘરા છે. છતાં ભાવની ઈચ્છા હોય, ભાવ માટેનો થોડો ઘણો પુરુષાર્થ હોય તો અવશ્ય ભાવ જાગી જાય... એમ ચોક્કસ કહી શકાય.)
‘ભલે ખાવાની સંજ્ઞા સતાવે, જાત-જાતનું મંગાવવાનું મન થાય પણ મારે આહારસંજ્ઞાને તોડવી છે. હું એને વશ નહિ થાઉં હું સીધી-સાદી ગોચરી જ વાપરીશ.'
ભલે વિજાતીયના રૂપ જોવાનું મન થાય, પણ મારે વિકારી બનવું નથી. હું આંખ ઊંચી જ નહિ કરું...
મનને મારીને નહિ, પણ મનને બરાબર સમજાવીને એના દોષોને કાબુમાં લઈને