________________
- - - - - - - - - - મહાવતો
--- -- --- ઉલ્યું જાણે કે પોતાને જ આ દુઃખ પડે છે, એ રીતે ઘોર પશ્ચાત્તાપ હોય કે “હાય ! મારા નિમિત્તે આ કેટલી બધી વિરાધના!” અને એ પશ્ચાત્તાપના કારણે આંખોમાંથી આંસુ પણ પડતા હોય, એ દોષથી વહેલામાં વહેલી તકે અટકી જવાનો તીવ્ર પરિણામ હોય તો પરદુખ દેવા છતાં પરદુ:ખ ન કરવાનો પરિણામ તો જોરદાર જ છે. અને એટલે જ આવા સાધુનું સામાયિક લેશ પણ હણાતું નથી.
જ્યારે અભવ્યો બાહ્ય દૃષ્ટિએ તદન નિરતિચાર સંયમ પાળે, એકપણ જીવની હિંસા ન થવા દે, તો પણ “મારે કોઈ જીવને મારવા નથી. મારા નિમિત્તે કોઈ જીવ ન કરવો જોઈએ.” એવો નિર્મળ પરિણામ એમને નથી હોતો. એ જે કંઈ જીવદયા પાળે છે, એની પાછળ પણ સ્વર્ગસુખોનો આશય પડેલો હોય છે, જીવો પ્રત્યેની કરુણાનો નહિ. એટલે જ તેઓ બીજા જીવોને દુઃખ ન આપતા હોવા છતાં પણ બીજાને દુઃખ નહિ આપવાનો પરિણામ ન હોવાથી એમને સામાયિક ન સંભવે.
(એમાં “પરદુઃખકરણ-અપરિણામ” અને “પરદુઃખ-અકરણપરિણામ” એ બેમાં ફરક છે. એ ધ્યાનમાં લેવું. “હું બીજાઓને દુઃખ દઉં” એવો પરિણામ ન હોવો એ તો બધી જડવસ્તુઓમાં સંભવે. કેમ કે કોઈ જડ વસ્તુને એવો પરિણામ નથી કે “હું બીજાને દુઃખ દઉં” એટલે જડવસ્તુઓમાં પણ સામાયિક માનવું પડે. રે ! અભવ્યાદિને પણ જ્યારે તે નિરતિચાર સંયમ પાળે ત્યારે “હું બીજાને દુ:ખ દઉં” એવો પરિણામ નથી હોતો. એટલે એમને પણ સામાયિક માનવું પડે.
જ્યારે પરદુ:ખ-અકરણ પરિણામ જડવસ્તુઓમાં ન હોય. “મારે બીજાને દુઃખ દેવું નથી.” એવો વિચાર જડવસ્તુઓને તો નથી જ આવવાનો. અભવ્યોને એ વિચાર આવે તો પણ એમાં કરુણાભાવ નહિ, પણ સ્વર્ગેચ્છા કામ કરે છે. એટલે એ વાસ્તવિક પરિણામ નથી.)
હજી ઉંડાણથી વિચારીએ તો સાધુએ શાસનહીલનાદિ ન થાય એ માટેની પૂરતી કાળજી રાખી હોવા છતાં પણ જો શાસનહીલના થઈ જાય, લોકોના મનમાં જૈનધર્મ પ્રત્યે અસદૂભાવ ઉત્પન્ન થઈ જાય તો પણ “મારે કોઈને પણ દુઃખ દેવું નથી.” એવો પરિણામ તો સાધુ પાસે અકબંધ છે અને એટલે જ એ પરિણામ પ્રમાણે જ તો એણે શાસનહીલના ન થવા દેવા માટેની કાળજી કરી. એટલે એના સામાયિકને કોઈ જ બાધ ન આવે.
ચાલો, ઘણો વિસ્તાર થઈ ગયો.
સાર એટલો જ કે “મારે મારા નિમિત્તે કોઈપણ જીવને શારીરિક, માનસિક કે આત્મિક કોઈપણ દુઃખો પહોંચાડવા નથી. એ માટે એકદમ જાગ્રત રહેવું છે.” આવો નિર્મળ પરિણામ એ જ સામાયિક.
આ પરિણામ જેટલો તીવ્ર, સામાયિક એટલું ઊંચું.