________________
-
- - -
- જા
જા
જા. સાથે આ જ જજ
આમ વૃત્તિકારશ્રીના શબ્દો પ્રમાણે આપણે સામાયિકશબ્દનો સામાન્યથી ભાવાર્થ જોઈ લીધો. હવે આ સામાયિક શબ્દના ત્રણેય અર્થોનો વિસ્તારથી અર્થ વિચારીએ.
એ પહેલા એ વાત બરાબર ધ્યાનમાં લેવી કે પ્રવ્રખ્યાયા: જ્ઞાનો પ્રતિપત્તિરૂપત્નીનું એ પંક્તિ પ્રમાણે આપણે પૂર્વે વિચારી ગયેલા કે દીક્ષા એ મુખ્યત્વે જ્ઞાનયોગપરિણતિ સ્વરૂપ છે. ત્યાં ક્રિયા છે પણ પરિણતિના અનિવાર્ય સાધન રૂપે જ ત્યાં ક્રિયા ઉપયોગી છે. જે ક્રિયા શુભપરિણતિને સાધી ન શકે, એ ક્રિયાનો ત્યાગ કરવો, એવું સ્પષ્ટ ગણિત સાચી પ્રવ્રજયામાં હોય છે.
આમ દીક્ષા એ પરિણતિરૂપ છે. દીક્ષા એ જીવના શુભાધ્યવસાય રૂપ છે.
અને એ વાત ઉપર દર્શાવેલા સામાયિકના ત્રણેય અર્થોમાં સ્પષ્ટપણે જોવા મળે છે. ત્રણેય અર્થોમાં આત્માની તેવા તેવા પ્રકારની પરિણતિને જ સામાયિક તરીકે દર્શાવેલી છે અને એ વાત વાસ્તવિક છે.
એટલે સાયં શબ્દના અર્થ અંગેની વિચારણામાં મુખ્યત્વે આપણે નિશ્ચયનયને માન્ય ચારિત્રની વિચારણા કરશું. વ્યવહારનું ચારિત્ર શું? એ કેટલું ઉપયોગી ? કેવી રીતે ઉપયોગી ? એ આખી વાત આગળ વિચારશું.
(१) आत्मनीव परदुःखाकरणपरिणामो सामायिकं :
મારે બીજા કોઈપણ જીવને દુઃખ દેવું નથી.” એવો જે આત્માનો પરિણામ એ સામાયિક છે. પણ આ પરિણામ નબળો હોય તો ન ચાલે. એટલે જ એ પરિણામ કેવો હોવો જોઈએ ? એ દર્શાવવા માટે જ માત્મનીવ શબ્દ મુકવામાં આવેલો છે. - ' મને દુઃખ ન પડવું જોઈએ. આવો પરિણામ કેટલો તીવ્ર હોય અને એટલે જ પોતાને દુ:ખ ન પડે એ માટેનો પ્રયત્ન પણ કેવો જોરદાર હોય, પોતાને દુઃખ પડે તો એનું નિવારણ કરવાનો પ્રયત્ન પણ કેવો જોરદાર હોય?.. બસ એ જ રીતે “મારા નિમિત્તે બીજાને દુઃખ પડવું ન જોઈએ’ એ પરિણામ પણ એટલો જ તીવ્ર જોઈએ અને એટલે જ - પોતાના નિમિત્તે બીજાને દુ:ખ ન પડે એ માટેનો પ્રયત્ન પણ એટલો જ જોરદાર હોય.
દુઃખો ત્રણ પ્રકારના છે. (૧) શારીરિક (૨) માનસિક (૩) આત્મિક.
જીવ પોતાને આ ત્રણેય દુઃખો કોઈપણ ભોગે ઉત્પન્ન ન થાય એ માટેના તીવ્રપરિણામવાળો હોય છે. તો સાધુ પોતાના નિમિત્તે કોઈપણ જીવને આ ત્રણમાંથી એકેય દુઃખ ઉત્પન્ન ન થાય એ માટેના તીવ્ર પરિણામવાળો હોય.
આવો પરિણામ હોવાથી જ જીવ પોતાને કોઈપણ પ્રકારનું દુઃખ ઉત્પન્ન ન થાય ----------૯૯-૯ - ૭૧ ૯-૯-૪૯૯ -----------