________________
ભગવાન મહાવીરદેવના નિર્વાણને ૨000 વર્ષ ગયા બાદ જિનશાસનનો અભ્યદય થવાની જે વાત હજારો વખત આપણે બધાએ સાંભળી છે. એ વાત પ્રત્યક્ષ આપણને સૌને નિહાળવા મળે.
અહીં આ સંબોધનનો સંદેશ “ગરપારતત્ય કેળવો” પૂર્ણ થાય છે.
કોઈકને કદાચ એમ પણ પ્રશ્ન થાય કે “મહાવ્રતોના વર્ણનમાં આ વળી ગુરુપારતત્યનું આટલું બધું વર્ણન કરવાની શી જરુર?” પણ એમને કહેવાનું કે મહાવ્રતો રૂપી વિશાળ મહેલનો પાયો આ ગુરુપારતન્ય છે. જો પાયો ઢીલો, તો મહેલને પડી જતા વાર નહિ. ગુરુપારતન્ય વિના સમ્યકત્વ જ ન હોઈ શકે એવી તો શાસ્ત્રકાર મહર્ષિઓની સ્પષ્ટ વાત છે, તો પછી એના વિના ચારિત્રરૂપ મહાવ્રતો તો ન જ હોય ને ?
એટલે મહેલનું ચણતર કરતા પહેલા આ પાયાનું ઘડતર અતિ-અતિ વધુ આવશ્યક છે અને એમાંય જ્યારે વર્તમાનકાળમાં એ પાયો જ તૂટી રહ્યો છે, ગુરુને છોડી છોડીને એક યા બીજા બહાને સંયમીઓ (ભલે સારો આશય કહેવાતો હોય તો પણ) જુદા વિચરતા દેખાય છે... ત્યારે તો આ પદાર્થ ઉપર વધુ વજન મૂકવું અત્યંત જરૂરી છે. જો સંયમીઓ આ વાત નહિ સમજે તો ગુરુપારતયના અભાવે તેઓ ગમે એટલા ઉંચા આચારો પાળવા છતાં પણ સંયમપરિણામ નહિ પામે, એ બધા આચારોનું પાલન, ઘોર કષ્ટો એમના માટે લગભગ નિષ્ફળ બની રહેશે.
એટલે જ,
માસક્ષમણ પછી, તીર્થયાત્રાઓ પછી, મહાવ્રતોનું પાલન પછી, સ્વાધ્યાયનો મંગલઘોષ પછી, શાસન પ્રભાવનાના કાર્યો પછી, વ્યાખ્યાનો પછી... - પહેલા તો ગુરપારતન્ય! એનો જ આદર! એનો જ પુરુષાર્થ! એનું જ ચિંતન! એનું જ આચરણ!. . - આ રીતે આ પાયો મજબૂત બનશે, તો મહાવ્રતો રૂપી મહેલ વજ જેવો અભેદ્ય બની રહેશે. વિકૃતિના વાવાઝોડાઓ પણ એની કાંકરીને પણ ખેરવી નહિ શકે.
દેશ