________________
મહાવ્રતો
દે, મનમાં એ ભૂત ફરી ન ઘૂસે એ માટે પ્રતિજ્ઞા જ લઈ લે કે ‘ગુરુ સામેથી મને ન કહે ત્યાં સુધી મારે વ્યાખ્યાન, શિષ્યો કે ભક્તોની જંજાળમાં પડવાનું જ નહિ.’ આ પ્રતિજ્ઞા જ હશે તો પછી મનમાં એ અંગેના સંકલ્પવિકલ્પો ટળી જશે.
તું લાગી પડ ગુરુસેવામાં, વાસનાઓના વિનાશને માટે !
તું ચોંટી જા ગુરુચરણોમાં, ગૌતમસ્વામી જેવી ગુણસમૃદ્ધિ આત્મસાત કરવા કાજે! તું લીન બન ગુરુસાન્નિધ્યમાં, દોષોના સાન્નિધ્યમાંથી છૂટવા માટે!
તું તને ભૂલી જા, તું તારું વિસર્જન કરી દે, તું તારુ અસ્તિત્વ જ મીટાવી દે. બસ, એક જ ભાવ!
આ મારા દીક્ષાદાતા ગુરુ!
આ મારા અનંતોપકારી ગુરુ!
આ મારા તરણતારણહાર ગુરુ! આ મારું સર્વસ્વ ગુરુ! આ મારા દેવાધિદેવ ગુરુ!
જ્યાં સુધી એ આ ધરતી પર વિદ્યમાન છે, ત્યાં સુધી એમની મન ભરીને સેવા કરીશ. મારે એમની પાસેથી કંઈ જ જોઈતું નથી રે ! એમણે દીક્ષા આપી, એમાં જ એમણે મને બધું આપી જ દીધું છે. તો હવે મારે બીજી કઈ વસ્તુની અપેક્ષા રાખવી ? બસ, એમના ઉપકારનો કંઈક બદલો વાળવા માટે મારે એમને મારા તરફથી વધુને વધુ શાતા આપવી છે.
ઓ વર્તમાન સંયમીઓ! ભૌતિક વિકાસને જ જોનારી ચામડાની આંખોને બંધ કરીને આધ્યાત્મિક વિકાસને જોનારી અંદરની આંખોને ખોલીએ, ગુરુસેવામાં ગુરુ પારતન્ત્યમાં - ગુરુ પાસે જ રહેવામાં ભલે કદાચ વ્યાખ્યાન, શિષ્યો, ભક્તો વગેરે ભૌતિકસમૃદ્ધિ ન મળે, પણ આધ્યાત્મિક સમૃદ્ધિ તો ખોબે-ખોબા ભરીને જ નહિ, કોથળે કોથળા ભરીને મળશે. આપણે ભૌતિકસમૃદ્ધિની ભીખ માંગનારા ભિખારી મટી જઈએ. આમ પણ ભૌતિક સમૃદ્ધિની ભૂખ કદી ભાંગતી જ નથી, એ તો ખન્ના લાહો તહા લોહો એ ન્યાયે સતત ને સતત વધતી જ રહેવાની.
જો વર્તમાન સંયમીઓ આ બધી ફરિયાદો બંધ કરીને કરેમિ ભંતે ! સૂત્રના આ સંબોધનના અવ્વલ કોટિના સારને જીવનમાં અપનાવે, ગુરુને મન-વચન-કાયાથી સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય તો શ્રમણસંસ્થાની કાયાપલટ થઈ જાય. શાસનને થતા હજારો નુકસાનો પળવારમાં અટકી પડે. ગુરુજનોને ઊભી થયેલી ચિંતાઓ પળવારમાં નાશ પામે. ગુરુ-શિષ્યના સંબંધોમાં પડેલી તિરાડો પળવારમાં સંધાઈ જાય, ભૂંસાઈ જાય... એક બે નહિ, હજારો વીરગૌતમની જોડીઓ આ ભરતક્ષેત્રમાં જન્મ લે.
૬૮
****
X