________________
મહાવ્રતો સ્વભાવ-દોષને સહન કરી ન શકો ? એમની કહેવાતી કચકચને સમભાવે ગળી ન શકો ? એમના પ્રત્યેના અપૂર્વ બહુમાનભાવને અકબંધ જાળવી ન શકો ?
જો મા-બાપને છોડી દેનારા દીકરાઓ કપૂત કહેવાય, તો ગુરુને આ રીતે ત્યાગી દેનારા શિષ્યો કુશિષ્ય-કુસાધુ ન કહેવાય ? રે! ખાનદાન સપૂતો તો પાગલ થઈ ગયેલા અને એટલે જેમ તેમ લવારો કરતા મા-બાપને પણ ભગવાનની જેમ સાચવે છે. તો તમે તમારા સારા-ડાહ્યા છતાં અમુક સ્વભાવદોષવાળા ગુરુને ભગવાનની જેમ કે છેવટે ગુરુની જેમ જ સાચવી ન શકો ?
તમે તમારા સંઘાટકોને - શિષ્યોને કહી દો કે “તમે બધા પછી છો. પહેલા મારા ગુરુ ! એને છોડીને મારે ક્યાંય જવું નથી. તમારે મારા ગુરુની સેવા કરવી જ પડશે. તમને એ મંજૂર ન હોય તો તમે જઈ શકો છો, પણ હું તમારી સાથે નહિ...”
વળી તમે તમારી દૃષ્ટિએ જ બધો વિચાર કર્યો છે, પણ ક્યારેય પણ એવો વિચાર કર્યો છે ખરો કે “અમે બધા આ રીતે ગુરુને છોડી જઈશું તો ગુરુની હાલત શું થશે ?" ગુરુ ધીરે ધીરે મુંઝાશે “મારી સાથે રહેવા કોઈ તૈયાર નથી. હવે મને કોણ સાચવશે ? ઘડપણ નજીકમાં છે, ત્યારે મને સમાધિ કોણ આપશે ? મારું શરીર હવે નબળું પડતું જાય છે. મારાથી વિશેષ કામ થતા નથી. તો ગોચરી-પાણી-કાપ-ઉપધિ ઉંચકવી... વગેરે બધું કેવી રીતે થશે ? રે ! બધા મને પૂછશે કે “તમે કેમ એકલા છો ? તમારા તો ઘણા શિષ્યો છે, એ બધા ક્યાં ગયા ? તમારી સાથે નથી રહેતા એ બધા ?” ત્યારે હું શું જવાબ દઈશ ? લોકો તો મારા જ દોષો કાઢશે. હું અનાથ બની જઈશ. અરે ભગવાન ! મારું શું થશે ?...
ગુરુનો માનસિક ત્રાસ
ગુરુનો માનસિક તનાવ ગુરુનો માનસિક આઘાત
કેટલો બધો હશે, એની કલ્પના કરી તમે ?
શું એમાં નિમિત્ત બનનારા તમે સુખી થશો ? સંયમમાં સફળતા પામશો ? ગુરુની આ ‘હાય’ તમારા જીવનમાં ‘હાશ’ ને પેસવા દેશે ખરી ?
ગુરુના સ્વભાવદોષને વાતે વાતે આગળ કરનારા શિષ્યોએ શાંતચિત્તે ઉપરની બાબતો વિચારવી જોઈએ, એમણે પોતાના મા-બાપ સાથે આવું વર્તન કરનારા ભાઈભાભી વગેરે સાથેનો પોતાનો વાર્તાલાપ આ જગ્યાએ પણ અક્ષરશઃ પોતાની જાતને જ સંભળાવવો જોઈએ.
(ઘ) જે વાત ગુરુના કચકચ કરવાના સ્વભાવ અંગે કરી, એ જ વાત ગુરુના ક્રોધ
૬૬
***