________________
X
૫. સામાણ્યું
*
“હે ભંતે! હું સામાયિક કરું છું.” આ પ્રતિજ્ઞા લેવામાં આવે છે. તેમાં સામાવં નો અર્થ શું ? એ હવે આપણે વિચારવાનું છે.
સામાણ્યું એ પ્રાકૃત શબ્દ છે.
નિર્યુક્તિ-ભાષ્ય-વૃત્તિકા૨ મહર્ષિઓ આ શબ્દના ત્રણ અર્થો દર્શાવે છે.
साम्नः इकं सामायिकं
समस्य इकं सामायिकं
सम्यक् इकं सामायिकं
એમાં સામ એટલે શું ? સમ એટલે શું ? સમ્યક્ એટલે શું ? એટલે શું ? એ આપણે જોવાનું છે.
વૃત્તિકાર મહર્ષિ હરિભદ્રસૂરિજી એની વ્યાખ્યાઓ દર્શાવે છે કે
૬. આત્મનીવ પરવુ: વારાપરિળામો ભાવસામ પોતાને જેમ દુ:ખ ન થવું. જોઈએ, એમ કોઈને પણ દુઃખ ન થવું જોઈએ, એવો પરિણામ
= અધ્યવસાય =
પરિણતિ એ સામ
૨. અનાસેવનયા રાદેષમધ્યતિત્વ સમ રાગદ્વેષ ન કરવા રૂપે એ બંનેની મધ્યવર્તી બનવું તે સમ.
સર્વત્ર આત્મનસ્તુત્યરુપેળ વર્તન સમં દરેક પદાર્થોમાં જીવે એક સરખી રીતે વર્તવું તે સમ.
રૂ. જ્ઞાનવર્શનારિત્ર્યયોનનું સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્રનું મિલન તે સમ્યક્ હવે રૂ શબ્દનો અર્થ દર્શાવે છે.
આત્મામાં પ્રવેશ કરાવવો એ ફ ।
આત્મનિ પ્રવેશનમ્ સાર એ છે કે
૧, જેમ ‘મને કંઈપણ દુઃખ ન પડવું જોઈએ’ તેમ ‘કોઈપણ જીવને કંઈ પણ દુઃખ ન પડવું જોઈએ' એવા પરિણામને આત્મામાં પ્રગટાવવો એ સામાયિક.
૨. સારા કે નરસા કોઈપણ પદાર્થોમાં રાગદ્વેષ ન કરવા અને મધ્યસ્થ રહેવું... આવો માધ્યસ્થ્ય પરિણામ આત્મામાં પ્રગટાવવો એ સામાયિક.
૩. સમ્યગ્-જ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્પારિત્ર આ ત્રણેયને આત્મામાં પ્રગટાવવા એ સામાયિક.
૭૦ ****