________________
---------------------- મહાવતો ------------------- પોતાની જાત જ દેખાય અને એટલે જ એ જીવહિંસાની પ્રવૃત્તિ એ કરી જ ન શકે.
આવી જીવદયાની પરિણતિ આપણે અનુભવી ન હોય તો એનો અર્થ એવો નથી કે જગતમાં કોઈને આવી પરિણતિ ન જ હોય
પેલા બાલમુનિ ધનશર્મા ! ભયંકર તરસ લાગી, મોત નજર સામે દેખાણું, નદીનું કાચું પાણી પી લે તો બચી જાય, પણ “મારે અસંખ્યજીવોને મારી નાખવાના ? ના, ના ! હું મરી જાઉં.” અને એ પાણી પી ન જ શક્યા. ધગધગતી રેતીમાં સમાધિપૂર્વક ભયંકર પીડા સહન કરતા કરતા કાળધર્મ પામ્યા.
પેલા ધર્મરુચિ મુનિરાજ ! કડવું ઝેર બની ગયેલું તુંબડીનું શાક ગુર્વાજ્ઞાથી પરઠવવા જતા હતા, એકાદ ટીપું ઢોળાયું, ત્રસજીવો દોડ્યા, મર્યા... એ જોઈને ધ્રુજી ઉઠ્યા. “આટલા બધા ત્રસજીવો મારા નિમિત્તે મરશે... ના, ના! એના કરતા આ બધું શાક હું ખાઈ લઉ” અને મોત મીઠું કરી લીધું, પણ અઢળક ત્રસ જીવોને બચાવી લીધા.
આવા તો ઢગલાબંધ મહામુનિઓએ પોતાના આવા ચારિત્રપરિણામો દ્વારા જિનશાસનને શોભાવ્યું છે. પ્રભુવીરના નિર્વાણ બાદ કંથવાઓની ઉત્પત્તિ થઈ, તો સેંકડો સાધુઓએ એ ત્રસજીવોની વિરાધનાદિથી બચવા અનશનનો સ્વીકાર કર્યો.
આર્ય વજસ્વામી, એમના સાધુઓ અને એમાંય બાળમુનિએ દુષ્કાળમાં ગોચરી સંબંધી વિરાધનાઓ, દોષોથી બચવા માટે અનશનનો સ્વીકાર કર્યો.
શક્તિસંપન્ન મહાત્માઓ ચોમાસામાં નિગોદ-પાણી-ત્રસાદિ જીવોની વિરાધનાથી બચવા માટે ચાર-ચાર મહિનાના ઉપવાસ કરી લેતા, ન ગોચરી-ન પાણી – ન ઠલ્લેખાડ્યું!
જાતને દુ:ખ પડે તો જેટલી મોટી ચીસ પાડવામાં આવે, એટલી જ મોટી ચીસ આ મહાત્માઓ પોતાના નિમિત્તે જગતના જીવો ઉપર પડતા દુઃખો જોઈને પાડે, પડી જાય.
જાતને બચાવવા માટે જેટલો સખત પુરુષાર્થ કરવામાં આવે, એટલો જ સખત પુરુષાર્થ આ મહાત્માઓ પોતાના નિમિત્તે જગતના જીવોને ત્રાસ થતો અટકાવવા માટે કરે.
માનસિક દુઃખઃ પોતાના નિમિત્તે બીજા કોઈપણ જીવને માનસિક દુઃખ ઉત્પન્ન ન થાય, એ માટે સાચો સાધુ અત્યંત જાગ્રત હોય.
કોઈ મારી નિંદા કરે અને મને એ ખબર પડે તો મને કેટલો આઘાત લાગે છે ? તો એ જ રીતે હું કોઈની નિંદા કરું અને એ જીવને ખબર પડે તો તેને કેટલો આઘાત લાગે ? તો મારે કોઈને આઘાત લગાડવો નથી. હું કોઈની નિંદા નહિ કરું.”
ગુરુ પાસે જઈને કોઈ મારી ફરિયાદ કરે, મારા દોષો પ્રગટ કરે, મારા માટે ઘસાતું બોલે તો એ બધું જાણીને મને કેવો ત્રાસ થાય? તો હું કોઈક સાધના માટે ગુરુને ફરિયાદ કરું, એના દોષો પ્રગટ કરું, એને હલકો ચીતરું તો એ જાણીને એ સાધુને કેટલો ત્રાસ થાય? ક જલક - - - - - - - - - - ૨૯ ૨૯ ૭૪ જજ લાલ - - - - - -