________________
* !
ગોચરીમાં બરાબર વપરાવ્યું, મને ન વપરાવ્યું. વિહારાદિમાં એને સાથે રાખ્યો, મને ન રાખ્યો. એને પદવી આપી, મને ન આપી. એને પોતાના મંત્ર-તંત્ર-યંત્રો આપ્યા, મને ન આપ્યા. એની સાથે કલાક સુધી રોજ વાતો કરે, મારી સાથે એક-બે મિનિટ પણ માંડ બોલે. એના કાર્યોની ખૂબ પ્રશંસા કરે, મારા કાર્યો તો જાણવાની પણ ફુરસદ નથી. એની પાસે ઓછા કામ કરાવે, મને વધારે મજુરી કરાવે. ← આવી આવી જ ફરિયાદો આવે ને ? પણ આ બધું તો તુચ્છ છે, મોક્ષ માટે બિનજરુરી છે. આના વિના મોક્ષ અટકતો નથી. તો આની નોંધ જ શા માટે લેવી જોઈએ ?
પણ આની નોંધ લેવાય છે, માટે જ એ પોતાને ન મળ્યાનું દુઃખ થાય છે અને એની ફરિયાદ નોંધાવાય છે. પણ તો આનો અર્થ જ એ થયો કે આપણા મનમાં માત્ર મોક્ષ, માત્ર નિર્જરા જ નહિ, પણ આ બીજું બધું ઘણું બેઠું છે. ઘણી બધી ભૌતિક વસ્તુઓનો, કર્મોદયજન્ય વસ્તુઓનો આપણને મોહ છે. આપણી મોક્ષેચ્છા શુદ્ધતમ નથી.
તો આ જ આપણો મોટામાં મોટો દોષ નથી ? મોક્ષ સિવાય, નિર્જરા સિવાય કશું જ ન ઈચ્છવાની આપણી ભીષ્મપ્રતિજ્ઞાનો ભંગ આપણે નથી કરી રહ્યા ? ગુરુને પક્ષપાતી કહેવાને બદલે આપણી આ વૃત્તિઓનો જ નાશ કરવાનો પુરુષાર્થ આદરો ને? જો કોઈપણ ભૌતિક સ્પૃહા નહિ હોય તો, જો માત્ર ને માત્ર મોક્ષ-આત્મગુણોદોષનાશ જ ઈષ્ટ હશે તો કદીપણ “મારા ગુરુ પક્ષપાતી છે” આ ફરિયાદ મનમાં પણ ઊભી નહિ થાય, તો એ ફરિયાદ બધાને ક૨વી અને છેવટે ગુરુને ત્યાગીને અલગ વિચરવાની તો વાત જ કયાં રહેશે ?
ગુરુ ક્યારેક સાધર્મિકોને પૈસા અપાવડાવે છે. આપણને ક્યારેય પૈસા અપાવડાવતા નથી. ગુરુ શ્રીમંતોને દાનધર્મની પ્રેરણા કરે છે, આપણને કરતા નથી. ગુરુ વંદન માટે આવેલાઓને ધર્મલાભ કહે છે, આપણને કહેતા નથી. ગુરુ એ બધાને રોજ વાસક્ષેપ કરી આપે છે, આપણને રોજ વાસક્ષેપ કરતા નથી. ગુરુ માણસો વગેરેની જમવાદિની વ્યવસ્થા ગોઠવે છે. આપણી ગોઠવતા નથી...
આ બધામાં ગુરુ આપણને પક્ષપાતી લાગ્યા ? નહિ જ. કેમ કે પૈસાની, દાનધર્મની, પ્રેરણાની, ધર્મલાભ શબ્દોની, રોજે રોજ વાસક્ષેપની કે ઘરોમાં જઈને જમી આવવાની આપણી ઈચ્છા જ નથી. એટલે એ બધા તરફ આપણું લક્ષ જતું નથી. ગુરુ પક્ષપાતી લાગતા નથી.
ગુરુ ખરેખર પક્ષપાતી હોય, તો પણ ગુરુને પક્ષપાતી કહેનાર શિષ્ય તો મોહરાજનો પહેલા નંબરનો પક્ષપાતી છે, કે જેણે ધર્મરાજનો પક્ષ છોડીને મોહરાજના કહ્યા પ્રમાણે ચાલવાનું શરુ કર્યું છે.
૬૩ ****
*